નવજીવન અમદાવાદઃ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના કર્મચારીએ બે દિવસ અગાઉ રિક્ષાચાલક રાણા પ્રકાશભાઈને ખોટી રીતે રોડ ઉપરથી લઇને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં કરવામાં આવ્યો હતો. જેથી અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન નરોડા ગેલેક્સી પ્રમુખ તેમની મદદ માટે ગયા હતા તો તેમને પણ ગાળા ગાળી કરી અને મારવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, રિક્ષાચાલક પ્રકાશભાઈને મારમારના વિષય બાબતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન નરોડા ગેલેક્સી પ્રમુખ તેમની મદદ માટે પહોંચ્યા હતા. તેમની સાથે સાથે બે સ્ટુડન્ટ અને લેડીસ રંજનબેન પણ જોડે હતા. પ્રમુખના જણાવ્યા અનુસાર પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં તેમની સાથે મારામારી કરી હતી.
આ બાબતે ફરિયાદ લેવામાં આવતી ન હોવાથી આજે નરોડા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના તમામ સભ્યો વતી આ ફરિયાદ નોંધાવવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કારણ કે રક્ષક જ ભક્ષક બની ગયા છે અને કાયદો અને નીતિ નિયમ પાળવા વાળા પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને કોઈપણ ગુનો કરેલો ન હોય તેવી જનતા ઉપર ગાળાગાળી અને ઢોર માર મારતા અમે એને સખત શબ્દોમાં વખોડી છીએ.
સાથે જ અમે માગણી કરીએ છીએ કે ગંભીરસિંહ અને અન્ય બે કોન્સ્ટેબલ જેમને આ રીતે કૃત્યુ કર્યું તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે જેથી કરીને આવનાર સમયની અંદર જનતા ખોટી રીતે હાલાકીનો ભોગ ન બને અને પોલીસની છબી અને છાપ ન બગડે. આ બાબતે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ડીસીપી, પોલીસ કમિશનર, ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી ગાંધીનગરને પણ આ બાબતે ફરિયાદ કરીશું.