નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં પોલીસકર્મીઓને હિન્દી ફિલ્મના ડાયલોગ્સ પર વીડિયો બનાવો ભારે પડી ગયો છે. કાલુપુર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ પોલીસ સ્ટેશનની અંદર જ રીલ્સ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. હાલ આ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં પોલીસકર્મીઓને ચાલુ ફરજ દરમિયાન વીડિયો બનવા માટે થઈને અગાઉ પણ અનેક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આજે કલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓનો વીડિયો વાઇરલ થતાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: "વોરંટ લાયા હે, ગવાહ હે તેરે પાસ" ડાયલોગ પર પોલીસકર્મીને વીડિયો બનાવો ભારે પડ્યો થયા સસ્પેન્ડ pic.twitter.com/9H3X23ZTQY
— Navajivan News (@NavajivanNews) May 16, 2022
વાઇરલ થયેલા વીડિયોમાં કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સિરાજ અને એડવીન આ બંને પોલીસકર્મીઓ દ્વારા કાલુપુર પોલીસ સ્ટેશનની અંદર જ બોલિવૂડના હિન્દી ફિલ્મ “શૂટ આઉટ એટ વડાલા” ફિલ્મના ડાયલોગથી રીલ બનાવવામાં આવી હતી. વીડિયોમાં સૌથી પહેલો વ્યક્તિ જે દરવાજામાંથી પ્રવેશ કરે છે તે એડવીન છે અને ખુરશીમાં ચશ્મા પહેરીને બેઠેલો વ્યક્તિ છે તેનું નામ સિરાજ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.