Monday, October 13, 2025
HomeGujaratઅમદાવાદ ફાયર વિભાગે ત્વરિત રિસ્પોન્સ કામગીરીનો 5 વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ 242 ફાયર...

અમદાવાદ ફાયર વિભાગે ત્વરિત રિસ્પોન્સ કામગીરીનો 5 વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ 242 ફાયર કોલ અટેન્ડ કર્યા

- Advertisement -


નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં આ વર્ષે ફાયર વિભાગે ઉનાળાની સિઝનમાં સૌથી વધુ ફાયર કોલ એટેન્ડ કર્યા છે. જેમાં સૌથી વધુ આગના બનાવો સામે આવતા ત્વરિત રિસ્પોન્સની કામગીરીનો રેકોર્ડ નોંધાવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં એપ્રિલ-૨૦૨૨માં સૌથી વધુ ૨૪૨ ફાયર કોલ અટેન્ડ કર્યા છે.

આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ભીષણ ગરમી અને આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે અમદાવાદ શહેરમાં પણ કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા હતા. શહેરીજનો દ્વારા ઓફિસો અને ઘરને ઠંડું કરવા એસીના ઉપયોગના વધારતા દર વર્ષે કાર્બન એમિશન અને ગ્લોબલ વોર્મિંગના લીધે શહેરોમાં આગની ઘટનાઓમાં વધારો થયો જોવા મળી રહ્યો છે. AFESના ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ જાડેજાએ આપેલી માહિતી મુજબ એપ્રિલ-2022માં અમદાવાદ શહેરમાં નોંધાયેલી આગની સંખ્યા છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધારે હતી. અમદાવાદ શહેરમાં લેટેસ્ટ આંકડાઓ અનુસાર વર્ષ 1981થી 2010 વચ્ચે એપ્રિલમાં સૌથી વધુ સરેરાશ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેની સરખામણીમાં એપ્રિલ 2022માં આખા મહિનામાં માત્ર એક જ વાર મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. આ આંકડાઓ અમદાવાદમાં નોંધાયેલા વિક્રમજનક આગના બનાવોની સાક્ષી પુરે છે.

- Advertisement -


અમદાવાદમાં છેલ્લાં ચાર વર્ષમાં મળેલા કુલ ફાયર કોલ પ્રમાણે 2018-19: 2,287, 2019-20: 1,950, 2020-21: 1,907, 2021-22: 1,928 આંકડાઓ દર્શાવે છે કે મહામારીના બે વર્ષ દરમિયાન લોકડાઉનના લીધે ફાયર કોલ્સ ઓછા થઈ ગયા હતા. પરંતુ વર્ષ 2021-22માં આગના બનાવો અને ફાયર કોલ્સમાં ફરીથી વધારો નોંધાયો છે. એપ્રિલ 2018માં આગની 222 ઘટનાઓ નોંધાઈ હતી, એપ્રિલ 2019માં વધીને 235 થઈ ગઈ હતી. એપ્રિલ 2020માં જ્યારે લોકડાઉન હતું તે દરમિયાન સંખ્યા ઘટીને 143 થઈ ગઈ હતી. એપ્રિલ 2021માં બીજી વેવ દરમિયાન આંશિક લોકડાઉન હોવા છતાં ઘટનાઓ વધીને 182 થઈ. આ વર્ષે સ્થિતિ સામાન્ય થતાં એપ્રિલમાં 242 ફાયર કૉલ્સ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. મળેલા મોટાભાગના કોલ્સ ઓફિસ અને ઘરોમાં આગને લગતા હતા.


AFES દ્વારા ગત મે મહિનાના એક પખવાડિયામાં 181 ફાયર કોલ એટેન્ડ કર્યા હતા. દરરોજ ઓછામાં ઓછી 4થી 5 આગની ઘટનાઓનો સામનો કરનારા ફાયર અધિકારીઓ કહે છે કે મે 2022 માં આગની ઘટનાઓની કુલ સંખ્યા 300ને વટાવી જવાની સંભાવના છે. AFESના ડેટા અનુસાર છેલ્લા 49 દિવસમાં 40 કાર આગની લપેટમાં આવી હતી, જે લગભગ એક દિવસમાં એક કાર સળગવા બરાબર છે. મે 2022ના પ્રથમ 19 દિવસમાં રસ્તાઓ પર કારમાં આગ લાગવાની 21 ઘટનાઓ નોંધાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા પણ ફાયર સ્થિતિનો તાગ મેળવીને અમદાવાદ ફાયર વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા બે દિવસ અગાઉ જ રૂ. 12.47 કરોડના ખર્ચે અગ્નિશામક અને રેસ્ક્યુ માટેનાં સાધનો વસાવવામાં આવ્યાં છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular