નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં એક રાઇસ મિલમાં લોખંડનો શેડ ધરાશાયી થતાં ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાં છે અને અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સોમવારે રાત્રે બની હતી. શેડ બનાવતી વખતે આ દુર્ઘના બની હતી. લોખંડનો શેડ તૂટી પડતાં ત્રણ કામદારોના મોત થયા હતા અને અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલી ગીરધારી રાઈસ મીલમાં શેડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન લોખંડનું માળખું અચાનક તૂટી પડવાને કારણે સાત મજૂરો ફસાઈ ગયા હતા. “કેટલાક સ્થાનિકોએ તેને બહાર કાઢ્યા અને બાવળાની સરકારી હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે આ દુર્ઘટનામાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક મજૂરને હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
લોખંડનું માળખું તૂટી પડવાને કારણે માથામાં ગંભીર ઈજાઓ થવાથી ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર ઘાયલ મજૂરોમાંથી એકની હાલત ગંભીર છે અને તેને અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. અન્ય ત્રણ ઘાયલોને બાવળાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |











