Tuesday, October 14, 2025
HomeGujaratઅમદાવાદઃ બાપુનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી અને ઝડપ્યો દારુનો જથ્થો, સ્થાનીક...

અમદાવાદઃ બાપુનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી અને ઝડપ્યો દારુનો જથ્થો, સ્થાનીક પોલીસ શંકાના ઘેરામાં

- Advertisement -

નવજીવન અમદાવાદઃ અમદાવાદ પોલીસના નાક નીચે ધમધમતા દારુના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે કડક વલણ અપનાવ્યું છે. ગઇકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ચાલતા દારુના અડ્ડા પર રેડ કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલેની રેડ પડતા સ્થાનીક પોલીસ સ્ટેશન શંકાના ધેરામાં આવી ગઇ છે.

2021મું વર્ષ વિદાય લેવાને હવે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે નવા વર્ષની ઉજ્જવણીમાં પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં રાજ્યમાં દારુ ઘૂસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. જો કે રાજ્યમાં સ્થાનીક પોલીસની મદદ વગર દારુ ઘસાડવો ઘણો મુશકેલ છે.

- Advertisement -

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હિન્દ એસ્ટેટમાં આવેલી ખુલ્લી જગ્યામાં ચાલતા દારુના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. રેડ દરમિયાન વિજયસિંહ જાડેજા અને સુરેશ વણજારાને પકડી પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે રેઇડ કરીને ભારતીય બનાવટની વિદેશી દારુની 762 મોટી બોટલ અને 360 બીયર કુલ 1,17,300ના કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular