નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ દાઉદ ઇબ્રાહિમના ચાર નજીકના સાથીઓની ધરપકડ કરી છે. ATSના જણાવ્યા અનુસાર આ ચારેય 1993ના મુંબઈ બ્લાસ્ટમાં વોન્ટેડ છે. જેમની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા. મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ આ તમામ આરોપીઓ વિદેશ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ગુજરાત ATSએ જણાવ્યું હતું કે આ ચારેયની ઓળખ અબુ બકર, યુસુફ ભાટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી તરીકે થઈ છે. ગુજરાત એટીએસે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતી મળતાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
12 માર્ચ 1993ના રોજ મૂંબઈમાં એક પછી એક એમ કુલ 12 બ્લાસ્ટ થયા હતા. આ બોમ બ્લાસ્ટમાં દાઉદ ગેંગનો હાથ હતો તવો ખુલાસો થયો હતો ત્યાર બાદ આ ચાર આરોપીઓ ભારત છોડીને વિદેશ ભાગી ગયા હતા અને પોલીસ દ્વારા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ લોકો ભારતની એજન્સીને ગુમરાહ કરવાના ઇરાદાથી અવાર નવાર પોતાનું સરનામું બદલતા રહેતા હતા. અમદાવાદમા પણ તેઓ ખોટો પાસપોર્ટ બનાવીને આવ્યા હતા અને પાસપોર્ટમાં જે નામ અને સરનામું હતું તે પણ ખોટું હતું તેવું ATSએ જણાવ્યુ હતું. અમદાવાદ ATSને મળેલી બાતમીના આધારે આ ચારેય આરોપીઓને પકડવામાં આવ્યા છે અને આ સમગ્ર ઓપરેશનને ગુપ્ત રાખવામા આવ્યું હતું. બાતમીના આધારે ચારેય આરોપીઓની અમદાવાદ એરપોર્ટની નજીકથી જ ધરપકડ કરી લેવામાં આવી છે.
1993માં મૂંબઈમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા તેમાં આ ચારેય આરોપીઓએ લોજિસ્ટિક સપોર્ટ પૂરો પડ્યો હતો અને વોન્ટેડ થઈ ગયા બાદ તેઓ ભારત છોડીને ભાગી ગયા હતા. 1993માં થયેલા મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં મુંબઈ સ્ટોક એક્સચેન્જ, નરસી નાથ સ્ટ્રીટ, શિવસેના ભવન, એર ઈન્ડિયા બિલડિંગ, સેન્ચ્યુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટલ, પ્લાઝા સિનેમા, જુહુ સેન્ટર હોટલ, સહારા એરપોર્ટ અને સેન્ટુર હોટલમાં કુલ 12 બ્લાસ્ટ થયા હતા.
ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવા સમયે આ ચાર મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આરોપીઓ અમદાવાદ આવ્યા હતા તે ચોક્કસ શકાઓ ઊભી કરે તેવી બાબત છે. હવે આ કેસમાં સેંટરલ એજન્સી આરોપીઓની પૂછપરછ કરે ત્યાર બાદ વધુ મહીઓ સામેઆવશે તેવું માનવમાં આવી રહ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.