નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ Pavagadh News: પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સામે આવી છે. પાવાગઢમાં વિશ્રામ કુટિરનો ઘુમ્મટ (છત) ધરાશાઈ થયો છે. ભારે પથ્થરમાંથી બનાવેલી કુટિર ધરાશાઈ થતા તેની નીચે રહેલા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાવાગઢમાં મોટી આગ લાગવાનો પણ બનાવ સામે આવ્યો હતો. ત્યારે આજે ફરી વખત પાવાગઢમાં દુર્ધટના (Pavagadh Incident) બની છે.
પંચમહાલમાં આવેલા પાવાગઢમાં મોટી સંખ્યામાં લોકો માતાના દર્શન કરવા માટે આવતા હોય છે. તેવામાં હાલમાં બાળકોને વેકેશન ચાલતું હોવાના કારણે આ ભીડમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળ્યો છે. તેવામાં આજે પાવગઢમાં માચી નજીક નિર્માણ પામી રહેલા વિશ્રામ કુટિરનો ધુમ્મટ ઘરાશાઈ થવાનો બનાવ સામે આવ્યો છે. ભારે પથ્થરવાળી કુટિર ધરાશાઈ થતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ આ બનાવમાં પાંચ કરતા વધારે લોકો પથ્થર નીચે દબાતા ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. ઉપરાંત એક વ્યક્તિના મોતના પણ અહેવાલ મળી રહ્યાં છે પરંતુ સત્તાવાર કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

પાવાગઢમાં મોટી દુર્ધટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારી સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો. વજનદાર પથ્થર પડવાના કારણે લોકો ઈજાગ્રસ્ત થતા સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ તમામ ઈજાગ્રસ્તોને હાલોલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ શરૂ થતા આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટનામાં 3 મહિલા અને બે બાળકો પણ ઈજાગ્રસ્ત થયાં છે. જ્યારે પથ્થર નીચે દબાઈ જવાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સાથે જ બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
TAG: Pavagadh News, Pavagadh Temple, Pavagadh Mandir
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








