જાગતિક બજારમાં ડીસેમ્બર ચાંદી વાયદા સામે હાજર ભાવ ૧ ડોલરના પ્રીમિયમથી બોલાયા
કોટક સિલ્વર ઈટીએફ ફંડનો રોકાણકારો પર આજથી સિલ્વર ઈટીએફની ખરીદી પર પ્રતિબંધ
એમસીએકસનાં હાજર કિલો બારના ભાવ સામે જવેરીબજારનાં હાજર ભાવમાં કિલો દીઠ રૂ. ૧૦,૦૦૦નું પ્રીમીયમ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): બુધવારે (૮ ઓક્ટોબર) ભાગ્યેજ બનતી ઘટનાઓનું સાક્ષી ભારતીય કોમોડીટી બજાર અને શેરબજાર બન્યા. શેરબજારમાં ટ્રેડ થતા નિપ્પોન ઇન્ડીયા સિલ્વર ઈટીએફ (જેને સિલ્વર બીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે) યુનિટ ૪.૯૪ ટકા ઉછળીને રૂ. ૧૪૩-૧૪૪ બોલાયો, સામે એમસીએક્સ (મલ્ટી કોમોડીટી એક્સચેન્જ) પર ચાંદી ડીસેમ્બર વાયદો માત્ર ૨.૨૫ ટકા વધીને રૂ. ૧,૪૭,૦૦૦થી ૧,૪૮,૦૦૦ બોલાયા. નિશ્ચિત પણે ઈટીએફમાં બે-અઢી ટકાનું પ્રીમીયમ સ્થાપિત થયું. આ ઘટનાની ચરમસીમા એ આવી કે કોટક સિલ્વર ઈટીએફ ફંડએ આજથી (૧૦ ઓક્ટોબર) અનિશ્ચિતકાળ સુધી સિલ્વર ઈટીએફની ખરીદી પર પ્રતિબંધ મૂકી દીધો. જાગતિક બજારમાં આજે ડીસેમ્બર ચાંદી વાયદા સામે હાજર ભાવ બે ડોલરના પ્રીમિયમથી બોલાયા. આનો અર્થ એ થયો કે ચાંદીમાં બે ડોલરનો ક્યારેય નાં બનતી ઘટના મોટો ઉંધો બદલો સર્જાયો. જગતભરમાં ફીઝીકલ સામે પેપર ટ્રેડ મોમેન્ટમમા આવું ભાગ્યેજ બનતું હોય છે. આ ઘટનામાં સીલ્વરે ઔદ્યોગિક અને ઇન્વેસ્ટમેન્ટ એમ બેવડી ભૂમિકા ભજવી છે.
સામાન્ય રીતે સિલ્વર બીઝ (બેન્ચમાર્ક નિપ્પોન સિલ્વર ઈટીએફ) પરંપરાગત રીતે એમસીએકસ સિલ્વર વાયદા સામે (ઈટીએફ) ૧થી ૩ ટકા ડિસ્કાઉન્ટ ભાવથી બોલાતા હોય છે. આવું એટલા માટે બન્યું કે ચાંદી ઈટીએફ રીડંપશનની અક્ષમતા, સ્ટોરેજ કોસ્ટ, આર્બીત્રાજ (બે બજારો વચ્ચેના ભાવ ફરક)ની નિર્માણ થયેલી તકો, અને ઊંચા લીઝ રેટ જેવા મુદ્દા અત્યારે સિલ્વર ઈટીએફની તરફેણમાં આવી ગયા છે, જેણે વાયદાના ભાવને દબાણમાં રાખવાનું કામ કર્યું. આ ઘટના સૂચવે છે કે હાજર બજારમાં ચાંદીની તીવ્ર અછત સર્જાઈ છે.
આપણે જોઈએ કે રીયલ ટાઈમ બજારમાં ઉંધો બદલો સર્જાયો કેમ? ભારતીય હાજર બજારમાં ફીઝીકલ ધરખમ માંગ સર્જાઈ છે. દિવાળી નજીક આવી રહી છે અને છુટક તેમજ ઔદ્યોગિક રોકાણકારોની હાજર તહેવારિક માંગ પણ તેમાં ભળી ગઈ છે. સોલાર પેનલની માંગ પણ વધી રહી છે. બજારના અહેવાલ કહે છે કે એમસીએકસનાં હાજર કિલો બારના ભાવ સામે જવેરીબજારનાં હાજર ભાવમાં કિલો દીઠ રૂ. ૧૦,૦૦૦નું પ્રીમીયમ સર્જાયું છે. આને લીધે ડીલરો હવે પોતાની પાસેની ચાંદી છોડવા તૈયાર નથી. ટૂંકમાં હાજર બજારમાં સોદા અટકી પડ્યા છે.
તમે લઇ ગયા અને અમે રહી ગયાવાળા રોકાણકારો અને ઔદ્યોગિક ગ્રાહકો ફીઝીકલ માલ મેળવવા સિલવર બીઝ ઈટીએફમાં લેવાલ થયા અને અફડાતફડી વધી ગઈ. કોમેકસ જેવા જાગતિક બજાર પર મંદીવાળા પોતાનું વર્ચસ સ્થાપવા ખુબ સક્રિય થયા છે, તેનું સીધું પ્રતિબિંબ પડે એમસીએકસ વાયદા પર પડે છે, તેથી રોકાણકારોમાં તેની વિશ્વસનીયતા ખુબ હોય છે. તમે જુઓ જાગતિક હાજર સિલ્વર અને ઈટીએફમાં રોકાણકારોનો કેવડો મોટો પ્રવાહ છે, કોમેકસ પર ગુરુવારે ચાંદીના હાજર ભાવ એક ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) દીઠ ૫૦.૯૬ ડોલર અને ડીસેમ્બર વાયદો ૪૯.૯૬ ડોલર મતલબ કે ૧ ડોલરના મોટા ઊંધા બદલા સર્જાયા હતા.
સાઉદી અરેબિયાની રીઝર્વ બેન્ક્ને સિલ્વર ઈટીએફમાં ડૂબકી મારવી છે, રશિયાએ તેની અનામતમાં ચાંદી ઉમેરવાનું નક્કી કર્યું. ભારતના સિલ્વર બીઝ ઈટીએફમાં જબ્બર નાણાનો પ્રવાહ વહી રહ્યો છે. તાજેતરમાં સિલ્વર બીઝનું રીડંપશન (વેચાણ) સામે ખરીદીનો પ્રવાહ વધી ગયો, તેથી એયુએમ (એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ) રૂ. ૧૦,૮૦૦ કરોડ વટાવી ગયું. વાસ્તવમાં બજારમાંથી ફીઝીકલ ચાંદી ગાયબ થઇ જતા રોકાણકારોએ ઇટીએફ્મા નવેસરથી સરણ લેવાનું શરુ કર્યું.
હાજર બજારમાં અછત અને ભાવમાં મોટા પ્રીમીયમ સર્જાતા વાયદામાં મંદીવાળાના વધુ ઉભા ઓળિયા એ પણ હાજર ભાવને ઉપર જવામાં મદદ કરી છે. પરિણામે બજારનું માળખું અને આર્બીત્રાજ વચ્ચના સંબંધ પણ અનિયમિત થઇ ગયા છે. સામાન્ય રીતે આવા સંયોગમાં રોકાણકારો ઇટીએફ્મા ખરીદી કરીને ફીઝીકલ સિલ્વર વેચી નાખતા હોય છે. પણ વાયદા સામે ફીઝીકલ પ્રીમીયમ કિલો દીઠ રૂ. ૧૦,૦૦૦ જેટલું ઉંચે ગયું હોય ઇટીએફ્મા રીડંપશન નફાકારક રહેતું નથી. સામાન્ય રીતે આવા પ્રીમીયમ અને ફીઝીકલ બજારમાં માલની અછત ભાવને ઉપર જવા માટે પ્રેરણાદાયી થઇ જતા હોય છે. ફીઝીકલ બજારમાં પ્રવર્તતા ઊંચા ભાવ વાયદાના ભાવને પણ ઉંચે લાઈ જવામાં મદદરૂપ થતા હોય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796