Wednesday, December 17, 2025
HomeGujaratપંચમહાલમાં બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી પડતા શ્રમિકનું પ્રાણ પંખેરુ ઉડ્યું

પંચમહાલમાં બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી પડતા શ્રમિકનું પ્રાણ પંખેરુ ઉડ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંચમહાલ : Panchmahal News: કોઈપણ કન્સ્ટ્રક્શન સાઈડ ચાલતી હોય ત્યારે મહત્વનું છે કે, મજૂરોની સલામતી પણ એક મહત્વની જવાબદારી હોય છે. કેટલાંક કિસ્સાઓમાં કન્સ્ટ્રક્શન સાઈડ પર કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે નિર્દોષ મજૂરોને જીવ ગુમાવાનો વારો આવતો હોય છે. પંચમહાલ (Panchmahal) જિલ્લાના મેડી મદાર ગામે મોટી દુર્ધટના સર્જાઇ છે જ્યાં કન્સ્ટ્રક્શન સાઈડ પરની કામગીરી દરમિયાન માલવાહક લિફ્ટ મજૂર પર પડતા મજૂરનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. જ્યાં મજુરના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના મેડી મદાર ગામ ખાતે મંદિરનું બાધકામ ચાલી રહ્યુ હતું. તે દરમિયાન માલવાહક લિફ્ટ નીચે કામ કરી રહેલા મજૂર પર ધડામ દઈને પડતા મજૂરનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. સમ્રગ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતહેદને પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આવા પ્રકારના કિસ્સાઓમાં બંધાકામની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની સેફ્ટી ધ્યાનમાં રાખવામાં ન આવતા હોવાથી શ્રમિકોને પોતાના જીવ ગુમાવવા પડે છે. અવાર નવારની ટકોર બાદ પણ કોન્ટ્રાક્ટરો સુધરવાનું નામ લેતા નથી અને તેનો ભોગ બિચારા ગરીબ શ્રમિકને બનવું પડે છે.

જણાવી દઈએ કે થોડાક સમય આગાઉ અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં એક બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટતાં 6 થી વધુ શ્રમિકોના મોત નિપજ્યા હતા. સુરતમાં પણ મોટી દુર્ધટના સર્જાઇ હતી. જયાં વડોદ ગામ પાસે કામ રહેલા મજૂરો પર લિફ્ટ તૂટતા બે ના મોત નિપજ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular