નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. ચાર દિવસની અંદર જ પેટ્રોલ અને ડીઝલમાં કિંમતમાં 3 વખત ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતમાં ફરી એકવાર 80-82 પૈસાનો વધારો થયો છે. આ સાથે અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 97.47 પ્રતિ લિટર અને ડીઝલ 91.55 પ્રતિ લિટર થયો છે.
દિલ્હીમાં પેટ્રોલની નવી છૂટક કિંમત 97.81 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં 2.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધવામાં આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ તેલ પ્રતિ બેરલ $ 118.87 પર પહોંચી ગયું છે. બુધવારે તેલ કંપનીઓએ 24 કલાકની અંદર બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ચાર દિવસની અંદર જ પેટ્રોલિયમ કંપનીઓએ 2.40 રૂપિયાનો વધારો કરી દીધો છે.
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો શુક્રવાર 25 માર્ચથી લાગુ પડશે. નવી કિંમતો બાદ પેટ્રોલની કિંમત 97.47 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટરે 91.55 રૂપિયા થઈ ગઈ છે. પેટ્રોલના નવા ભાવ મુજબ નવી દિલ્હી 97.81, મુંબઈ 112.51, કોલકાતા 107.18, ચેન્નઈ 103.67 પ્રતિ લિટર છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.