Sunday, May 31, 2026
HomeGeneralયુક્રેન પર રશિયા દ્વારા વેક્યૂમ બોમ્બનો ઉપયોગ થવાની સંભાવના, જાણો શું છે...

યુક્રેન પર રશિયા દ્વારા વેક્યૂમ બોમ્બનો ઉપયોગ થવાની સંભાવના, જાણો શું છે વેક્યૂમ બોમ્બ

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી): રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને એક અઠવાડીયા કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, તેમ છતાં રશિયાને યુક્રેન પર કબજો કરવામાં સફળતા મળી નથી. જેના કારણે હવે તેવા અહેવાલો બહાર આવી રહ્યા છે કે રશિયા પોતાની પાસે રહેલા થર્મોબેરિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. હવે જ્યારે થર્મોબેરિક શાસ્ત્રોની વાત થઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે આપણને આ પ્રશ્ન થાય કે થર્મોબેરિક શસ્ત્રો શું છે? તો આજે આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ કે થર્મોબેરિક શાસ્ત્ર જેને સામાન્ય રીતે વેક્યૂમ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે તે શું છે અને કેવી રીતે કામ કરે છે?

થર્મોબેરિક બોમ્બ કે વેક્યૂમ બોમ્બ સામાન્ય બોમ્બ કરતાં વધુ વિસ્ફોટક અને વિનાશક હોય છે. આ બોમ્બ જ્યાં પડે ત્યાં એક મોટા વિસ્તારમાં ભયાનક તબાહી મચાવી દે છે. આ બોમ્બ કેવી રીતે કામ કરે છે, તેના માટે શું નિયમો છે, અગાઉ કોઈ જગ્યાએ આ વિનાશક બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તે આપણે આ અહેવાલમાં જાણીશું. સાથે જ આ વેક્યૂમ બોમ્બ કેટલો વિનાશક છે તે પણ જાણીશું. આ માહિતી બાદ કદાચ આપણે સમજી શકીશું કે યુદ્ધ કરવું કેટલું જોખમી છે.



કેવી રીતે કામ કરે છે વેક્યુમ બોમ્બ ? How does a Vacuum/Thermobaric bomb work ?

- Advertisement -

વેક્યૂમ બોમ્બ એરોસોલ બોમ્બ અથવા તો ફ્યુઅલ એર એક્સપ્લોઝીવ બોમ્બની કેટેગરીમાં આવે છે, જેમાં બે અલગ અલગ પ્રકારના વિસ્ફોટક ચાર્જ સાથે બળતણ ભરેલું હોય છે. આ બોમ્બને લોન્ચ કરવાની બે પ્રક્રિયા છે. એક તો તેને રોકેટની જેમ પણ લોન્ચ કરી શકાય છે અને તેને પ્લેન દ્વારા ડ્રોપ કરીને પણ નિશાના પર છોડી શકાય છે. આ બોમ્બ જ્યારે તેના ટાર્ગેટને હિટ કરે છે ત્યારે સૌ પ્રથમ તે એક વિસ્ફોટક ચાર્જ કન્ટેનરને ઓપન કરે છે, આ વિસ્ફોટક ચાર્જ બળતણના મિશ્રણ સાથે એક વાદળ તરીકે વાતાવરણમાં ફેલાઈ જાય છે. આ વાદળ કોઈ પણ જગ્યાએ પ્રવેશી શકે છે જો કોઈ બિલ્ડીંગ સંપૂર્ણ રીતે સીલ કરેલી હોય તો જ વાદળ તેમાં પ્રવેશતું નથી. એક વાર વાદળ પ્રશરી જાય પછી શરૂ થાય છે મોતનો તાંડવ. વાદળ જ્યારે એક મોટો વિસ્તાર આવરી લે છે ત્યાર બાદ બીજો ચાર્જ વિસ્ફોટ કરીને વાદળને પ્રેશર પૂરું પાડે છે, જેના કારણે વાદળ અગનગોળાની જેમ ફાટે છે. આ વિસ્ફોટના કારણે વાદળના વિસ્તારમાં શૂન્યાવકાશ જેવી સ્થિતિ ઊભી થાય છે જેના કારણે એટલા વિસ્તારનું ઑક્સીજન આ વિસ્ફોટ ચૂસી લે છે. આ વિસ્ફોટના દાયરામાં રહેલા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને બચવાની તક પણ મળતી નથી જેનાથી બોમ્બની વિનાશકતા સમજી શકાય છે. આ બોમ્બ અલગ અલગ રેન્જ, કદ અને શ્રેણીમાં બનાવવામાં આવે છે, જેમાં રોકેટ લોન્ચર, હેન્ડ ગ્રેનેડ અને ગ્રેનેડનો સમાવેશ થાય છે.




શું છે મધર ઓફ ઓલ બોમ્બ અને ફાધર ઓફ ઓલ બોમ્બ ? – Mother of all Bomb and Father of all Bomb

કેટલાક ખાસ કિસ્સામાં ગુફાઓ અને ટનલમાં સંતાયેલા સૈનિકોને મારવા માટે ખાસ પ્રકારના વિશાળ હવાઈ પ્રક્ષેપિત સંસ્કરણો બનાવવામાં આવ્યા છે, આ શસ્ત્રો બંધ જગ્યાઓમાં સૌથી ગંભીર અસર કરે છે. 2003માં USAએ 9800 કિલોગ્રામના બોમ્બનું પરીક્ષણ કર્યું હતું જેને USAએ મધર ઓફ ઓલ બોમ્બ નામ આપ્યું છે. USAના પરિક્ષણના ચાર વર્ષ પછી રશિયાએ તેવો જ એક બોમ્બ વિકસાવ્યો હતો જેને ફાધર ઓફ ઓલ બોમ્બ નામ આપવામાં આવ્યું છે. જે વિશ્વનું સૌથી મોટું પરમાણુ વિસ્ફોટક ઉપકરણ છે.

વેક્યૂમ બોમ્બ ખાસ કરીને ઇમારત અને બચાવ માટે ખોદેલા બંકરોને નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બોમ્બ વિષે જાણ્યા પછી સમજી શકાય છે કે આ બોમ્બનો ઉપયોગ કરવો કેટલો ભાયાવહ છે. આ બોમ્બ સમાન્ય રીતે શહેરી વાતાવરણમાં જલ્દી ભળી જાય છે જેના કારણે યુક્રેન જેવા વિકસિત દેશમાં આ બોમ્બનો ઉપયોગ થાય તો સ્થિતિ કેટલી ભયાનક થઈ શકે છે તેનો અંદાજ આપણે લગાવી શકીએ છે.



શું યુક્રેનમાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ થયો ? Are they being used in Ukraine ?

USAમાં યુક્રેનના રાજદૂત ઓકસાના માર્કારોવાએ રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ દરમિયાન વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો તેવા આક્ષેપ કર્યા હતા. જોકે આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન પર રશિયા દ્વારા થર્મોબેરિક રોકેટ દ્વારા હુમલો થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

- Advertisement -

વેક્યુમ બોમ્બનો ઉપયોગ કરવાના નિયમો – What are the rules of war for vacuum bombs ?

અહીં કોઈ ખાસ કરીને વેક્યુમ બોમ્બના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા આંતરરાષ્ટ્રીય કાયદાઓ નથી. પરંતુ જો કોઈ દેશ બિલ્ટ-અપ વિસ્તારો, શાળાઓ અથવા હોસ્પિટલોમાં નાગરિક વસ્તીને લક્ષ્ય બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે, તો તે 1899 અને 1907ના Hague Conventions of 1899 and 1907 હેગ સંમેલન હેઠળ યુદ્ધ અપરાધ માટે દોષિત ઠરે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વકીલ કરીમ ખાને કહ્યું છે કે, તેમની કોર્ટ યુક્રેનમાં સંભવિત યુદ્ધ અપરાધોની તપાસ કરશે.

વેક્યુમ બોમ્બ અગાઉ ક્યાં ઉપયોગમાં લેવાયા છે ? – Where have Vacuum Bomb been used before ?

- Advertisement -

થર્મોબેરિક શસ્ત્રો બીજા વિશ્વયુદ્ધમાં ઉપયોગ થયા હોવાના અહેવાલો શોધી શકાય છે. આ સમયે શરૂઆતમાં જર્મન સૈન્ય દ્વારા તે ઉપયોગમાં લેવાતા હતા. 1960 ના દાયકા સુધી તેઓ વ્યાપક રીતે વિકસિત નહોતા, જ્યારે યુ.એસ.એ. વિયેતનામમાં તેનો ઉપયોગ કર્યો.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular