Friday, November 13, 2026
HomeNational"જુઓ, મારો ફોન ટેપ થઈ રહ્યો છે. બધા પુરાવા તેમાં છે." રાહુલ...

“જુઓ, મારો ફોન ટેપ થઈ રહ્યો છે. બધા પુરાવા તેમાં છે.” રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

- Advertisement -

Rahul Gandhi accused the government of phone tapping : લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે 13 નવેમ્બરના રોજ એક ગંભીર આરોપ લગાવ્યો છે કે તેમનો ફોન ટેપ થઈ રહ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, “મારા બધા આરોપોના પુરાવા મારા ફોનમાં છે, જે વડાપ્રધાને ટેપ કર્યા છે. રૂબરૂ ચર્ચાથી સાબિત થશે કે વિદેશી તાકતોના ઈશારે કોણ કામ કરી રહ્યું છે, કોણ દેશદ્રોહી છે ? અને બીજી ઘણી બાબતો જે હું જાણું છું અને મારા ફોનમાં તે ઉપલબ્ધ છે.” રાહુલ ગાંધીના દાવા બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. આ દાવાની સાથે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી (Narendra Modi) ને ચર્ચા માટે એક નવો પડકાર ફેંક્યો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા દાવો કર્યો છે કે તેમના ફોન ટેપ થઈ રહ્યા છે. “મારી પાસે મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપોના બધા પુરાવા છે.” વડાપ્રધાન મોદી સાથેની એક ચર્ચા સાબિત કરશે કે વિદેશી તાકતોના ઈશારે કોણ કામ કરી રહ્યું છે. આ એક-એક ચર્ચા સાબિત કરશે કે વિદેશી શક્તિઓના ઈશારે કોણ કામ કરી રહ્યું છે, કોણ રાષ્ટ્રવિરોધી છે અને તેઓ કેટલા સમયથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે.

- Advertisement -

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સંસદમાં તેમનો માઇક્રોફોન ઘણી વખત બંધ કરવામાં આવ્યો હતો. તેમણે ખેડૂતોના બિલ, મત ચોરી, SIR, ચીન, નરવણેના પુસ્તક અને એપસ્ટેઈન ફાઇલ (Epstein File) જેવા મુદ્દાઓ પર બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને તક ન મળી. તેથી જ તેઓ વડાપ્રધાન સાથે જાહેર ચર્ચા ઇચ્છે છે. છેલ્લા 12 વર્ષમાં આ સતત સાતમી વખત છે જ્યારે રાહુલે પીએમ મોદીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે.

ગત 19 સપ્ટેમ્બરના રોજ ઇન્દોરમાં છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં પણ રાહુલ ગાંધીએ ફોન ટેપિંગનો આરોપ લગાવ્યો હતો. રાહુલે દાવો કર્યો હતો કે તેમના સંબંધિત માહિતી પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવી રહી હતી. હાથમાં ફોન પકડીને રાહુલે દાવો કર્યો હતો કે તેમનો ફોન સતત ટેપ થઈ રહ્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular