Saturday, October 10, 2026
HomeNationalરાહુલ ગાંધીની બેખૌફ સ્પિચઃ 'આ સરકાર પડશે એ મારી ગેરંટી, આ કિંગ...

રાહુલ ગાંધીની બેખૌફ સ્પિચઃ ‘આ સરકાર પડશે એ મારી ગેરંટી, આ કિંગ નથી, સર્વિસ પ્રોવાઈડર છે’

- Advertisement -

Congress MPs Politics CJP Jantar mantar Delhi Police Rahul Gandhi speech: દિલ્હીમાં નરેન્દ્ર મોદી સરકાર જે પગથિયે પગ મુકી આગળ વધી હતી તે ચૂટણીઓ જ હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે. સરકારના પગ એટલા એકી બેકી રમવા લાગ્યા છે કે હવે દિલ્હીમાં તાળાબંધી જેવો ઘાટ છે. આ દરમિયાનમાં રાહુલ ગાંધીએ વિવિધ રાજ્યોથી આવેલા કોંગ્રેસના નેતાઓને સંબોધ્યા હતા. તે વખતે તેમણે કેટલીક મહત્વની બાબતો પર સટીક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ દેશના લોકોથી જ આપણે છીએ, તેમના વગર આપણે કશું જ નથી. આ સરકાર પડી જવાની છે એ મારી ગેરંટી છે, આ કોઈ કિંગ નથી સર્વિસ પ્રોવાઈડર છે, તે કહે છે કે આપણે ચૂંટણી અધિકારીને મળી ના શકીએ, છે કોણ આ?

2004માં જ્યારે હું રાજકારણમાં આવ્યો ત્યારે ભારત એક આઝાદ દેશ હતો, 2014માં આપણે પણ સમજી શકતા કે કાંઈક ભારતમાં બદલાઈ રહ્યું છે અને હવે તેમને જોઈ રહ્યા છો. હું જ્યારે નાનો હતો ત્યારે મારા મગજમાં રોજ નાખી દેવાયું હતું કે તું ભારતનો અવાજ છે. મને દરેક રાજ્યો દરેક રાજધાનીના નામ શીખવાડાયા. મને શિખવડાયું કે તારા જીવનની સૌથી મહત્વની બાબત છે ભારતના એક્સપ્રેશનને સાચવવાના છે. ના ભાષા ના ઈતિહાસ દરેક માણસને સાચવાનો છે.

- Advertisement -

આપણે ચૂંટણી જોઈ છે, ચૂંટણી લડ્યા છીએ. આપણે જાણીએ છીએ કે આપણે ચૂંટણી જીતીએ છીએ અને હારીએ છીએ. હારજીત નેચર છે ડેમોક્રેસીનું. આ ભારતીયોનું એક્સ્પ્રેશન છે. જોકે 2014 પછી આ રોકાઈ ગયું. રાજ્ય દર રાજ્ય, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર… ધીમેધીમે બદલાયું. આપણે બધા આઘાતમાં હતા, હું મારી જાતને પણ સવાલ કરી શકતો નહોતો કે શું ખરેખર ભારતની લોકશાહી તબાહ થઈ રહી છે? આ મારા મૂળ સુધીના પિલ્લર્સને અસર કરતું હતું, હું તે વખતે બોલી જ શક્યો નહીં. હું ત્યારે બોલ્યો જ્યારે મને 100 ટકા પુરાવા સાથેની જાણકારી મળી.

તેમણે કહ્યું કે, કારણ કે લોકશાહીની કિંમત છે મને. તો મેં રાહ જોઈ, આપણી પાસે આ કામ પર કરનાર મોટી ફૌજ છે. જે કામ કરી રહી છે અને એક દિવસ તેઓ મારી પાસે આવ્યા એક સફેદ-કાળા પુરાવાઓ સાથે, તે મતદારો હટાવવા, ઉમેરવા અને ચૂંટણીમાં ફેરફારોને લઈને મારી પાસે આવ્યા. ત્યારે પહેલી વખત મને ખબર પડી કે આ લોકશાહીના સ્ટ્રક્ચરમાં સમસ્યા છે તો બંધારણમાં સમસ્યા છે, અને બંધારણમાં સમસ્યા છે તો પાર્લામેન્ટમાં બનનારા કાયદાઓ પણ ગેરકાયદે છે.

તેમણે કહ્યું કે, ધીમે ધીમે લોકો આ મામલાને સમજ્યા અને આજે મોટાભાગનું ભારત આ બાબતને સમજવા લાગ્યા છે. જ્ઞાનેશ કુમારના હટવાથી જ આ સમસ્યાનું સમાધાન નહીં થાય, આ સમસ્યા ઘણી મોટી છે. આ ફક્ત સરકારના જવાથી થશે અને તે પછી લોકતંત્રના સમારકામ પછી આ સમસ્યા જશે. આ ભારતની આત્મા સામે ઘાત છે. આ કાંઈક એવું છે જેના માટે આપણે લડીશું અને મરીશું.

- Advertisement -

તે કોઈ કિંગ નથી, તે સર્વિસ પ્રોવાઈડર છે. અને તે કહે છે કે આપણે ચૂંટણી અધિકારીને મળી ના શકીએ, છે કોણ આ? તમને ખબર નથી તમે શું કર્યું છે. તમે આ સરકારને હલાવી દીધી છે. હું તમને ગેરંટી આપું છું કે આ સરકાર પડશે. કારણ કે આપણી સાથે છે ભારતના લોકોના એક્સપ્રેશન, આપણે ભારતના લોકોના ટેકા વગર કશું જ નથી અને આપણી સાથે ભારતના લોકો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular