India social media ban under 16 : મેલબોર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલન (India-Australia Summit) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા સરકારે બાળકો માટે લીધેલા નિર્ણયના ભરપૂર વખાણ કર્યા છે. નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું કે, ભારત પણ ઓસ્ટ્રેલિયાના આ પ્રેરણાદાયક પગલામાંથી ઘણું શીખી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ (Australia bans social media for children) મુક્યો છે અને તે ડિસેમ્બર-2025થી અમલમાં આવી ગયો છે. આ કાયદો અમલી બન્યા બાદ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યૂટ્યૂબ, X અને સ્નેપચેટ જેવા મોટા પ્લેટફોર્મ્સ પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નવું એકાઉન્ટ બનાવવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. શું ભારત પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે?
ઓસ્ટ્રેલિયા વિશ્વનો એવો પહેલો દેશ બન્યો છે જેણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. મેલબોર્નમાં આયોજિત ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનમાં બોલતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને બાકીના દેશોએ પણ ઓસ્ટ્રેલિયાના આ પ્રશંસનીય પગલામાંથી ઘણું બધું શીખ્યા છે. ઓસ્ટ્રેલિયાના આ ઐતિહાસિક નિર્ણય બાદ વૈશ્વિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે કે શું બાકીના દેશો પણ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સંદર્ભમાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે (Keir Starmer PM UK) પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર બેન લગાવવાની તેમજ ગેમિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની મોટી જાહેરાત કરી છે.








