Sunday, June 7, 2026
HomeGujaratસ્માર્ટ મીટર ફરજિયાત નથી, બળજબરી સામે અવાજ ઉઠાવો : ઈસુદાન ગઢવી

સ્માર્ટ મીટર ફરજિયાત નથી, બળજબરી સામે અવાજ ઉઠાવો : ઈસુદાન ગઢવી

- Advertisement -

Isudan Gadhvi on issue of smart meters : બળજબરીપૂર્વક લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટરના મામલે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકોને અવાજ ઉઠાવવા અપીલ (Isudan Gadhvi AAP Gujarat) કરી છે. બીજી તરફ મત માગવા આવેલા નેતાઓ આજે સ્માર્ટ મીટરને લઈને મૌન કેમ થઈ ગયા છે ? તેવો સૂચક સવાલ ઈસુદાને ઉઠાવ્યો છે. સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી તેમ છતાં બળજબરીપૂર્વક લગાવવામાં આવતા હોવાની રાજ્યભરમાં અનેક વખત ફરિયાદો ઊઠી ચૂકી છે.

ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું છે કે, મેં પહેલા કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂરી થશે અને BJP જીતશે એટલે પહેલું કામ સ્માર્ટ મીટર નાખવાનું કરશે. અત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં સ્માર્ટ મીટરો નાખવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ તેનો વિરોધ (People’s opposition to smart meter issue) થઈ રહ્યો છે. સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ હૉસ્પિટલ બનાવવાની વાત હતી. સ્માર્ટ મીટર બનાવવાની તો ક્યારેય વાત જ નથી થઈ. વધુમાં તેમણે કહ્યું છે કે, અત્યારે આપણી વચ્ચે આપણા જે વ્યક્તિઓ મત માગવા આવ્યા હતા તે મામાઓ હોય, કાકાઓ હોય, નાનાઓ હોય, ટિકિટ લઈને ધારાસભ્ય કે સાંસદ બન્યા હોય તેમની પાસે બોલવાની હિંમત છે ?

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular