Sunday, May 24, 2026
HomeGujaratGandhinagarછોટા ઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત બાદ વિવાદ, વિજય સરઘસમાં BJP MP...

છોટા ઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત બાદ વિવાદ, વિજય સરઘસમાં BJP MP બંદૂક સાથે દેખાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ (Local body election result Gujarat) આવ્યા ત્યારથી છોટા ઉદેપુર તાલુકા પંચાયત ભારે ચર્ચા અને વિવાદમાં છે. આમ આદમી પાર્ટીના આરોપો વચ્ચે પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા વિજયના ઉન્માદમાં ભાજપના સાંસદ ભાન ભૂલી ગયા હતા. છોટા ઉદેપુરમાં નીકળેલા વિજય સરઘસમાં ભાજપ સાંસદ જશુ રાઠવા ખુલ્લેઆમ બંદૂક સાથે (BJP MP Jashu Rathva with gun) નાચતા જોવા મળ્યા છે. આ મામલે હવે નવો વિવાદ છેડાયો છે.

તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના 13-13 સભ્યો ચૂંટાઈને આવતા સત્તામાં ટાઈ પડી હતી. શનિવારે પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન કરવા પહોંચેલા AAP ના ત્રણ સભ્યોને પોલીસની હાજરીમાં જ બુકાનીધારીઓ ઉઠાવી ગયા હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવતા વિવાદ (Chhota Udepur Taluka Panchayat elections in controversy) સર્જાયો હતો. આ વિવાદ બાદ એક નવો વિવાદ સામે આવ્યો છે કે, વિજય સરઘસ દરમિયાન ભાજપ સાંસદ જશુ રાઠવા ભરબજારમાં બંદૂક સાથે નાચતા જોવા મળ્યા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular