Monday, February 2, 2026
HomeGeneralઅરવલ્લી : મોડાસા રેલ્વ બાયપાસ નજીક ક્રેટા કાર પલ્ટી, એકનું મોત, કારમાં...

અરવલ્લી : મોડાસા રેલ્વ બાયપાસ નજીક ક્રેટા કાર પલ્ટી, એકનું મોત, કારમાં દારૂની પેટીઓની ચર્ચા

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી) :અરવલ્લી જીલ્લાની રાજસ્થાનને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો અને આંતર જીલ્લા સરહદોના માર્ગે બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને નશાયુક્ત પદાર્થો ગાંધીના ગુજરાતમાં ઠાલવી રહ્યા છે.

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના બાયપાસ રેલ્વ ફાટક નજીક રાત્રીએ ક્રેટા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ધડકાભેર પલ્ટીઓ ખાઈ ખાડામાં ખબકતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. પોલીસ અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી. જોકે કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ક્રેટા કારમાં વિદેશી દારૂની પેટીઓ જેવું કઈ ભરેલું હોવાનું સ્થળ પર હાજર લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. મોડાસા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસ ચોપડે વિદેશી દારૂનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં ન આવતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે મોડી રાત્રે મોડાસા સહયોગ બાયપાસ ચોકડી તરફથી પૂરપાટ ઝડપે આવતી ક્રેટા કારના ચાલકે અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી ખાડામાં ધડકાભેર ખબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. રોડ પરથી પસાર થતા વાહનચાલકો પણ ઉભા રહી ગયા હતા. અકસ્માતની જાણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને થતા તાબડતોડ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું મોડાસા ટાઉન પોલીસ સ્થળ પર દોડી આવી હતી. મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અકસ્માત સ્થળ પર હાજર લોકોમાં ક્રેટા કારમાં રહેલી પેટીઓ પર પડતા કારમાં દારૂની પેટીઓ હોવાની ચર્ચાનો દોર ચાલ્યો હતો. જોકે પોલીસ ચોપડે કારમાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધાયો છે. વિદેશી દારૂ કે અન્ય કોઈ પણ ચીજવસ્તુનો ઉલ્લેખ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું લોકમુખે ચર્ચા મુજબ કારમાં ભરેલો વિદેશી દારૂ પગ આવ્યા કે શું..?? દારૂનો જથ્થો પોલીસ સ્થળ પહોંચે તે પહેલા કોઈએ ગાયબ કરી દીધો કે પછી ગાયબ થઇ ગયો? સહીત ચર્ચાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે આ અંગે જીલ્લા પોલીસ વડા તપાસ કરાવે તો સામાન્ય પ્રજામાં પ્રવર્તતી માન્યતાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular