જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : અરવલ્લી જિલ્લાના પોલીસ બેડામાં ગત રાત્રે એક કરુણ અને વિચિત્ર અકસ્માતની ઘટનાથી ગમગીની છવાઈ ગઈ છે. બામણવાડ ગામ પાસે મોડી રાત્રે રોડની સાઈડમાં ઊભેલી ટીંટોઈ પોલીસ સ્ટેશનની PCR વાનને શામળાજી પોલીસ સ્ટેશનની સરકારી જીપે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ટીંટોઈ PCR વાનના ડ્રાઇવર મહેશ પટેલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાનને ઈજાઓ થતાં તેમને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, શામળાજી પોલીસની જીપ ભિલોડા કોર્ટમાંથી કેદીઓને મોડાસા સબજેલમાં મૂકીને પરત શામળાજી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બામણવાડ ગામના પાટિયા પાસે ટીંટોઈ પોલીસની PCR વાન રોડ પર ઊભેલી હતી. શામળાજી પોલીસની ગાડીએ નિયંત્રણ ગુમાવીને ઊભેલી PCR વાનને ધડાકાભેર ટક્કર મારી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટીંટોઈ PCR વાનના ચાલક મહેશ પટેલને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોતાની જ વિભાગની બે સરકારી ગાડીઓ વચ્ચેના અકસ્માતમાં એક ફરજનિષ્ઠ જવાન ગુમાવતા અરવલ્લી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








