ભારતની ખાંડ નિકાસ નીતિ પણ જાગતિક બજાર માટે મંદીની ઘોતક
2025-26ની મોસમમાં કુલ ઉત્પાદન 400 લાખ ટન આવશે
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : ખાંડના ભાવ આ વર્ષે ખુબ દબાણમાં આવ્યા હતા. અમેરિકન રો સુગર માર્ચ વાયદો 2025માં અત્યાર સુધીમાં 20 ટકા ઘટી શુક્રવારે 14.83 સેન્ટ પ્રતિ પાઉન્ડ (254 ગ્રામ) બોલાયા. મંદીવાળા સટ્ટોડીયા સતત માને છે કે 2025-26ની મોસમમાં મોટો પુરાંત ખાંડ સ્ટોક બજારમાં ફરતો રહેશે. શક્ય છે કે 2026ના પ્રથમ ત્રિમાસિકમાં બ્રાઝિલમાં શેરડી લણણીની મોસમ પૂર્ણ થઇ જતી હોય છે, ત્યારે રો સુગરના ભાવ થોડા વધતા જણાય.
ભારતની ખાંડ નિકાસ નીતિ પણ જાગતિક બજાર માટે મંદીની ઘોતક ગણાય છે. 2025-26માં વૈશ્વિક પુરાંત ખાંડ સ્ટોક વૃદ્ધિમાં ભારત પણ મહત્વની ભૂમિકા નિભાવશે. ભારતમાં 8 ટકા વધુ શ્રીકાર ચોમાસાને પગલે શેરડીમાં સુગર ફ્રુક્ટોસ (મીઠાશ)નું પ્રમાણ વધતા ખાંડની ઉત્પાદકતા વધશે. 2024-25માં ભારતનું ખાંડ ઉત્પાદન વર્ષાનું વર્ષ 17.1 ટકા ઘટીને 261 લાખ ટન આવ્યું હતું. આમાંથી 35 લાખ ટન ખાંડ ઇથેનોલ ઉત્પાદન તરફ વાળવામાં આવી હતી. ઓકટોબરથી શરુ થયેલી 2025-26ની મોસમમાં ઉત્પાદન અંદાજ, વર્ષાનું વર્ષ 25 ટકા વધીને 328 લાખ ટન આવાવાની સંભાવના છે.
આટલું અધૂરું હોય તેમ આ મોસમમાં ઇથેનોલના ભાવ આકર્ષક રહયા ના હોવાથી તેના ઉત્પાદનમાં 35થી 40 લાખ ટન જ ખાંડ લઇ જવામા આવશે. વધુમાં ભારતના ખાંડ ઉદ્યોગને આગામી ખાંડ મોસમ માટે ઉત્પાદનનું બહુ બધું હેજિંગ (સલામતી) નહિ કરવી પડે, કારણ કે વર્તમાન મોસમમાં મોટો પુરાંત જથ્થો હાથમાં હશે, તો પણ ખાંડ કે ઇથેનોલ અથવા નિકાસના નિર્ણયો સરળતાથી લઇ શકાશે. પાકિસ્તાન સહિતના એશિયાન દેશોમાં પણ ઉત્પાદન વધ્યું હોવાથી, મંદીવાળાને બજાર હાથવગી રાખવાની તક ઉપલબ્ધ છે.
ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન (આઈએસઓ)એ નવેમ્બર મધ્યમાં, 2025-26ના જાગતિક ઉત્પાદનમાં મોટી વૃદ્ધિની આગાહી કરીને, ખાદ્યવાળી બજારને 16.25 લાખ ટન પુરાંતવાળી જાહેર કરતા, બજારના આંતરપ્રવાહ બદલાઈ ગયા હતા. આ જ પ્રકારે થાઈ સુગર મિલ્સ કોર્પોરેશને 2025-26માં વર્ષાનું વર્ષમાં થાઈલેન્ડનું ઉત્પાદન પાંચ ટકા વધુ આવવાની જાહેરતા કરીને મંદીવાળાને વધુ એક હથિયાર આપી દીધું હતું. 2024-25માં 20 લાખ ટન ખાદ્ય સામે હવે 70 લાખ ટન પુરાંત અનુમાનિત છે, જે 2017-18 પછીની સૌથી મોટી પુરાંત હશે.
બ્રાઝિલમાં ઇથેનોલના વર્તમાન ભાવ બિન-નફાકારક બની ગયા છે. એવું માનવામાં આવે છે કે એપ્રિલમાં શરુ થતી બ્રાઝિલની 2026-27ની ખંડ મોસમના ભાવ એટલા ઘટી શકે છે કે જેથી, બ્રાઝિલને વધુ શેરડી ખાંડને બદલે ઇથેનોલ તરફ વાળવી પડે. શક્ય છે કે 2026 અંત સુધીમાં ખાંડનો પુરાંત જથ્થો કંઈક અંશે ઓછો થાય. સુગર એનાલિસ્ટો માની રહ્યા છે કે 2026ના ત્રીજા ત્રિમાસિકમાં બ્રાઝિલની મોસમ પુરી થઇ જશે તે સાથે, ત્યારની રો સુગરની મંદી પુરી થવામાં હશે, આથી સરેરાશ ભાવ 15.40 સેન્ટ આસપાસ રહેશે.
બાઝિલે વર્તમાન મોસમમાં માધ્ય નવેમ્બર સુધીમાં વર્ષાનું વર્ષ 1.3 ટકા ઓછું 5760 લાખ ટન શેરડીનું પીલાણ કર્યું હતું. પણ ઇથેનોલમાં ઓછી શેરડી ફાળવાતા ખાંડનું કુલ ઉત્પાદન આ ગાળામાં 2.1 ટકા વધીને 392 લાખ ટનની ઊંચાઈએ પહોંચી ગયું હતું. આશાવાદ એવો છે કે 2025-26ની મોસમમાં કુલ ઉત્પાદન 400 લાખ ટન આવશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








