બ્રિક દેશોએ અમેરીકા પર આર્થિક દબાણ વધારવાનું શરુ કર્યું
ભારતીય સામાનની આયાત માટે રશિયા અને ચીને દરવાજા ખોલી નાખ્યા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): વિશ્વના સૌથી મોટા સોયાબીન ગ્રાહક ચીનને, સૌથી મોટા સપ્લાયર તરીકેનો રૂતબો બ્રાઝીલે, અમેરિકા પાસેથી હસ્તગત કરી લીધો છે. ટ્રમ્પ ટેરીફ વોરથી અમેરિકન ખેડૂતોની જબ્બર વલે થઇ છે. ચીન અને બ્રાઝીલે એવા પગલાં ભર્યા કે અમેરિકન ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા. આખી વાર્તા શું છે? આવો સમજીએ. ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ને ટ્રમ્પ ટેરીફ વોર દિવસ ગણીને, બ્રિક દેશોએ અમેરીકા પર આર્થિક દબાણ વધારવાનું શરુ કર્યું. આ પહેલા યુએસ નિકાસ સોદાના આંકાડા હકારાત્મક આવતા ૨૨ ઓગસ્ટે અમેરિકન સોયાબીન નવેમ્બર વાયદો ૧.૫ ટકા વધીને ૧૦.૫૮ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો), ૭ જુલાઈ પછીની નવી ઉંચાઈએ બોલાયો. સોયાઓઈલ વાયદો ૨.૬૯ ટકા વધીને ૫૫.૩૯ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) મુકાયો હતો.
ભાવમાં ઉછાળાનું મૂળ કારણ હતું ૨૦૨૫-૨૬મા અત્યાર સુધીમાં ચીને અમેરિકાથી સોયાબીનની કોઈ ખરીદી નથી કરી તે હતું અને હવે શું કરશે? હવે એવો પ્રશ્ન પુછાવા લાગ્યો છે. જો કે આ ઉછાળો ઉભરા જેવાઓ નીવડી શકે છે, કારણ કે યુએસડીએએ ૨૦૨૫-૨૬નુ એકર રાષ્ટ્રીય દીઠ સરેરાશ યીલ્ડ (ઉપજ) અગાઉના અનુમાન કરતા ૧.૧ બુશેલ વધુ ૫૩.૬ બુશેલ અંદાજી હતી. હાલમાં બજારમાં યીલ્ડ આંકડા સંદર્ભે એવી વાતો ચાલે છે કે વેપારી સર્વે અનુસાર સોયાબીનનું ઉત્પાદન ૪.૨૪૬ અબજ બુશેલ આવશે. ગત સપ્તાહે અમેરિકન કૃષિ મંત્રાલયે યીલ્ડ સર્વેને આધારે ઉત્પાદન અંદાજ ૪.૨૯૨ અબજ બુશેલ અંદાજ્યું હતું.
ભારતીય સામાનની આયાત માટે રશિયા અને ચીને દરવાજા ખોલી નાખ્યા છે, હવે ચીન સોયાબીન આયાત અમેરિકાને બદલે બ્રાઝીલથી કરવા લાગ્યું છે. આને લીધે અમેરિકન ખેડૂતોની સ્થિતિ કફોડી થવાની એ નક્કી. નોંધપાત્ર બાબત એ છે કે ભારત, રશિયા, ચીન અને બ્રાઝીલ સાથે અન્ય સભ્ય દેશોએ મળીને બ્રીકની સ્થાપના કરી છે, આ તમામ દેશો ટ્રમ્પ ટેરીફનો વિરોધ કરી રહ્યા છે. બાયોફ્યુઅલ ઉત્પાદનને ટેકારૂપ થવા માટેની નીતિ બાબતે ટ્રમ્પ અસમંજસમાં છે, તેથી શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર સોયાબીન ઓઈલના ભાવ નવી ઊંચાઈ સર કરવા ઊંચાનીચા થવા લાગ્યા છે. ડીસેમ્બર સોયાબીન ઓઈલ વાયદો ગુરુવારે ૩.૭ ટકા ઘટ્યો અને શુક્રવારે ૪.૭ ટકા વધીને ૧૧૮૭ ડોલર પ્રતિ ટન બોલાયો હતો.
અમેરિકન સોયા ખેડૂતો વેપાર અને નાણાકીય એમ બન્ને રીતે ખુવાર થઇ ગયા છે. ચીન સાથેની ટ્રેડ વોર લાંબી ચાલશે તો તે સંયોહમાં ખેડૂતો ઝીંક ઝીલી શકે તેમ નથી, આ ચેતવણી અમેરિકન સોયાબીન એસોસિયેશને આપી છે. ચીન આપણો સૌથી મોટો ગ્રાહક છે, તેની સાથે આપણે લાંબો સમય વેપાર ઝઘડો કરીશું તો આપણા સોયાબીન ખેડૂતો ખુંવાર થઇ જશે.
અમેરિકા ખાતે ચીનના એમ્બેસેડર સી ફેંગે કહ્યું હતું કે ટ્રેડ વોરની માઠી અસર ખેડૂતો પર નહિ પડવી જોઈએ, કૃષિ ક્ષેત્રને આ રીતે દંડવું વાજબી નથી. અમેરિકાએ ભારત પર ૫૦ ટકા આયાત જકાત નાખી છે અને હજુ વધુ નાખવાની ધમકી ઉચ્ચારી રહ્યું છે. સી ફેંગે કહ્યું કે ચીને આવી ટેરીફ સામે મજબુત જવાબ આપ્યો હતો. અમેરિકન ખેડૂતો ટ્રમ્પનાં વાક્યુધ્ધથી પણ ઘાયલ થયા છે. વર્તમાન યુગમાં આ પહેલી ઘટના છે જેમાં ટ્રમ્પ નીતિથી દુનિયાભરના ખેડૂતોને ચિંતામાં મુક્યા છે. સપ્ટેમ્બરમાં શરુ થતી નવા પાકની સોયાબીન મોસમમાં ચીને હજુ સુધી એક પણ કાર્ગો ખરીદીનો ઓર્ડર આપ્યો નથી. પરંપરાગત રીતે ચીન નવા અમેરિકન સોયાબીનની આવક શરુ થવા પહેલા જ ૧૪ ટકા જેટલા પાકના સોદા કરી લેતું હોય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796