નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ પેરિસ સ્થિત માર્કેટ રિસર્ચ અને કન્સલ્ટિંગ ફર્મ ઇપ્સોસ ગ્રુપની અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીયોમાં સાચી અને ખોટી માહિતી વચ્ચેનો અંતર સમજવાની સૌથી કમજોર ક્ષમતા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોમાં ડિફોલ્ટ રૂપે સમાચારને સાચા માની લેવાની વધુ સંભાવના છે.
ભારત, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સમાં 8,800 લોકોને કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું છે કે ભારતીયોમાં ખોટા સમાચાર અને ખોટી માહિતી માટેની સંવેદનશીલતા વધારે છે. હિન્દુસ્તાન ટાઈમ્સની રિપોર્ટ મુજબ, પેરિસમાં સ્થિત માર્કેટ રિસર્ચ અને કન્સલ્ટિંગ ફર્મ ઈપ્સોસ ગ્રુપના અભ્યાસ પર આધારિત એક રિપોર્ટ ગયા મહિને પ્રકાશિત થયો હતો, જેમાં આ સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે, લોકોની સાચી ખબરોને વારંવાર ખોટી ખબરો થી અલગ કરવાની ક્ષમતા કેટલી અસરકારક હોય છે.
અદ્ધયનમાં શામેલ 8,800 પ્રશાસકોને કેટલીક સાચી અને ખોટી હેડલાઇન દેખાડવામાં આવી હતી. સાચી હેડલાઇન વિશ્વસનીય સમાચાર આઉટલેટ્સમાંથી હતી, જ્યારે નકલી હેડલાઇન ફેક્ટ-ચેંક સાઇટ્સમાંથી હતી. હેડલાઇનને સામાન્ય સોશિયલ મીડિયા પોસ્ટની જેમ બનાવવામાં આવી હતી, જેમાં કોઈ સ્ત્રોત નામ, કોઈ લાઈક અને કોઈ ટિપ્પણી નહોતી. આવા પ્રતિભાગિઓને હેડલાઇનના આધારે સમાચારની સત્યતાનો અંદાજ લગાવવાનો હતો.
રિપોર્ટે નિષ્કર્ષ કાઢ્યો કે ભારતીયોને વાસ્તવિક અને નકલી માહિતી વચ્ચેના તફાવતને ઓળખવાની સૌથી નબળી ક્ષમતા છે. આમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોમાં ડિફોલ્ટ રીતે સમાચારને સાચા માનવાની વધુ શક્યતા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને યુકેના પ્રશાસકો સૌથી વધારે સમજદાર હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, ‘ડિજિટલ પરિપ્રેક્ષ્યના વિકાસને કારણે ખોટી માહિતીનું પ્રમાણ અને જટિલતા ઝડપથી વધતી રહી છે. યુઝર્સની ભાગીદારીને વધારે કરવા માટે ડિઝાઇન કરેલા અલ્ગોરિધમ, અજાણતા સંસનીખેજ અથવા વહેંચણ કરનાર સામગ્રીને વધારી શકે છે, જે તેમની ડિઝાઇન વાયરલિટી એટલે કે સમાચારના વાયરલ થવા પર પ્રાથમિકતા આપે.’ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીયોમાં હેડલાઇન્સ પર વિશ્વાસ કરવાની શક્યતા વધુ હોય છે, ખાસ કરીને જો તેઓ સકારાત્મક ભાવનાઓને જગાવે છે, પરંતુ નકારાત્મક લોકો પ્રત્યે ઓછી શંકા દર્શાવે છે.
આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નિર્ણાયકો પરની ભાવનાત્મક અસરના કારણે ભારતના લોકો ભાવનાત્મક રીતે ઊર્જિત ખોટી માહિતી પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભારતીયોને સાચા સમાચાર આપવામાં આવે છે, ત્યારે તેઓ તેને સાચા તરીકે ઓળખી લે છે. આથી ખબર પડે છે કે ખોટી જાણકારીઓથી ઊભા થતા પડકારો છતાં ભારતના લોકોમાં સત્યને ઓળવાની એક મજબૂત આધારભૂત ક્ષમતા છે. અધ્યયનમાં આવેલા તારણો મુજબ ભારતીયોમાં સાચા સમાચારને ઓળખવાની ચોકસાઈ અન્ય દેશોની જેમ જ છે.
ઇપ્સોસ ભારતના વ્યવસ્થાપક નિર્દેશક (શોધ) વિવેક ગુપ્તાએ ધ વાયરને કહ્યું કે નકારાત્મિક સમાચાર કરતાં સકારાત્મક માહિતીઓ પર સામાન્ય રીતે ઓછા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે.
એક સારી પરંતુ ખોટી હેડલાઇન, જેવું કે ‘પ્રેસ સ્વતંત્રતા સૂચકઆંકમાં ભારત શ્રેષ્ઠ સ્થાન પર છે’ પર વિશ્વાસ કરવામાં આવવા અને વ્યાપક રીતે શેર કરવાની વધુ સંભાવના છે, ભલે તે સાચું ન હોય.‘બધાં સ્થાનિક સ્ટ્રીટ વેન્ડરો પર પ્રતિબંઘ લગાવાની નવી સરકારી નીતિ’જે નકારાત્મક રીતે તૈયાર કરાયેલી ખોટી વાર્તાને હજુ સુધી કોઈ પ્રશ્ન વિના સ્વીકાર કરી લેવાય છે, કારણકે લોકો રોકાઇને અને તેઓ શું વાંચે છે તેનું સમિક્ષાત્મક મૂલ્યાંકન કરવાન સંભાવના ઓછી હોય છે.
ગુપ્તાએ કહ્યું, ‘નકારાત્મક સમાચારના મામલે બ્રિટન સૌથી વધુ પ્રશ્ન ઉઠાવે છે. અમેરિકા વધુ તપાસ કર્યા વિના નકારાત્મક સમાચાર પર વિશ્વાસ કરી લે છે.’
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








