નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ Godhra News : અમદાવાદમાં (Ahmedabad) બુધવારની મધ્યરાત્રે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રીજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં (ISKCON Bridge Accident) 9 લોકોના મૃત્યુ થયા હતા. જેમા મુળ પંચમહાલ (Panchmahal) જીલ્લાના વતની અને અમદાવાદ પોલીસમાં (Ahmedabad Police) ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જસવંતસિંહ ચૌહાણનું પણ મૃત્યુ થયું હતું. તેમના અવસાનથી તેમના પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. તેમના પરિવારમાં તેઓની પત્નિ, પુત્ર અને પુત્રીને વિલાપ કરતા મુકી ગયા હતા. તેમના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં સાંપા ગામ સહિત આસપાસના ગામના લોકો પણ જોડાયા હતા. તેમના પરિવારના હૈયાફાટ રૂદનથી હાજર સૌ કોઈની આંખ ભીની થઈ ગઈ હતી.
અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર થાર ગાડી અને ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. જેની માહિતી મળતા એસ. જી. હાઈવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જસંવતસિંહ રંગીતસિંહ પરમાર અને અન્ય પોલીસકર્મી અને હોમગાર્ડ ઈસ્કોન બ્રીજ પહોચ્યા હતા. તે દરમિયાન કાળબનીને ત્રાટકેલી જગુઆર કારે સ્થળ પર હાજર લોકોને અડફેટે લીધા હતા. જેમા જસવંતસિહ રંગીતસિંહ પરમારને પણ ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારમાં તેમના મૃત્યુની જાણ થતા પરિવારમાં શોક છવાયો હતો. અમદાવાદ શહેરમાં પોલીસમાં ફરજ બજાવતા જસંવતસિંહ રંગીતસિંહ ચૌહાણ મુળ પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા સાંપા ગામના વતની હતા. તેમના પરિવારમાં તેમના પત્ની અને પુત્રી જાગૃતિ અને પુત્ર અમુલ કુમાર છે. તેઓ 26 વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા હતા. અમદાવાદ ખાતે એસજી હાઈવે પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને નવા રાયખડ પોલીસ લાઈન ખાતે રહેતા હતા. તેમના મોત બાદ મૃતદેહને માદરે વતન સાંપા ખાતે લાવામાં આવતા પરિવાર અને ગામ હિબકે ચઢ્યું હતું. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.
અમદાવાદ ઈસ્કોન ખાતે થયેલા અકસ્માતમા મોતને ભેટેલા હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ પરમારના પુત્રએ ભારે હૈયાફાટ રૂદન સાથે જણાવ્યુ હતુ કે, અમારા ઘરનો દિવો ઓલવાઈ ગયો છે. પાપીઓને છોડવા જોઈએ નહીં, નિર્દોષોને કચેડી નાખનાર તથ્ય પટેલને ફાંસીની સજા થવી જોઈએ, તેમને છોડવા જોઈએ નહીં, જે ન હોતું થવાનું થઈ ગયું છે, આમા નિર્દોષોનો ભોગ લેવાયો છે. અકસ્માતમા મોતને ભેટલા જસંવતસિંહ ની પુત્રીએ જણાવ્યુ હતુ કે, મારા પપ્પાનો રાત્રે ફોન આવ્યો હતો અને મારા ખબર અંતર પુછ્યા હતા, તે ખાધું કે નહીં અને સવારે આ રીતે તેમના મોતના સમાચાર આવ્યા, એટલું બોલતા જાગૃતિ ચોધાર આસુંએ રડી પડી હતી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








