નવજીવન ન્યૂઝ. પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લાની હાલોલ GIDCમાં (Halol GIDC) એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ખાનગી કંપનીની દીવાલ ધરાશાયી (Wall Collapse) 4 બાળકો દીવાલ નીચે દબાઇ જતા મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉપરાંત આ દુર્ઘટનામાં અન્ય ચાર વ્યક્તી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવના અહેવાલ સાંપડી રહ્યા છે. મળતી વિગતો મુજબ ઈજાગ્રસ્તોને હાલ હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
આજરોજ બપોરના 3 વાગ્યા આસપાસ હાલોલ GIDCમાં આવેલી સન્મુખ એગ્રો નામની ખાનગી કંપનીની દીવાલ ધરાશાયી થતા ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં દીવાલ નીચે દબાઈ જવાના કારણે 4 બાળકો મોતને ભેટ્યા હતા જ્યારે 1 મહિલા સહિત 4 વ્યક્તી ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની જાણકારી મળતા જ હાલોલ પોલીસનો (Halol Police) કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ પીડિતોની બચાવ કામગીરી માટે ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન ચલાવતો જોવા મળ્યો હતો.
ફાયર વિભાગે ધરાશાયી થયેલી દીવાલના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા કામગીરી શરૂ કરી હતી પરંતુ દરમિયાન 4 બાળકો ગંભીર રીતે ઘાયલ હોય દમ તોડી ચૂક્યા હતા. જ્યારે ફાયર વિભાગના રેસ્ક્યુ ઓપરેશનમાં 4 ઘાયલ વ્યક્તિને કાટમાળમાંથી જીવંત બહાર લાવવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગની ટીમે તમામ ઘાયલ લોકોને તાત્કાલીક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર માટે દાખલ કરાવ્યા હતા. જ્યારે પોલીસે 4 બાળકોના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે પ્રયાસ કરી રહી છે પરંતુ પ્રાથમિક કારણ સામે આવ્યું છે કે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટનામાં પીડિત શ્રમિક પરિવાર મધ્યપ્રદેશથી ગુજરાતના હાલોલમાં આવી મજૂરી કરી રહ્યા હતા. દરમિયાન આ ઘટનાનો ભોગ બનતા પરિવાર દુઃખમાં ગરકાવ થયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








