નવજીવન ન્યૂઝ. કચ્છ: Kutch News: ગુજરાતમાં હાઇવે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી અવાર-નવાર અકસ્માતની ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવાનો વારો આવતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની (Accident) ઘટના કચ્છના ભચાઉ (Bhachau) હાઇવે પરથી સામે આવી છે. જ્યાં કન્ટેનર કાળ બની કાર ચાલક પર પડતા કાર ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમ્રગ હાઈવે પર ચક્કાજામના દૃષ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ જિલ્લાના ભચાઉ હાઇવે પર ચિરઈ ગામ ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે. આજરોજ મંગળવારે સવારે 11 વાગ્યાના અરસામાં હાઇવે પરથી કન્ટેનર સાથેનો ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કન્ટેનરની બાજુમાંથી એક કાર પણ પસાર થઈ રહી હતી. એટલામાં કન્ટેનર ટ્રક પરથી છુટું પડી જતા તે ધડામ દઈ કાર પર પડ્યું હતું.
તોતીંગ વજનનું કન્ટેનર કાર પર પડતા જ કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. આ ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક ટ્રક મુકી નાસી ગયો હતો.
અકસ્માતના કારણે રાહદારીઓ કાર ચાલકની મદદ માટે દોડી ગયા હતા અને હાઇવે પર ટ્રાફિકજામના દૃષ્યો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાર ચાલકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવા ક્રેનની મદદથી કાર અને કન્ટેનરને દૂર ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. મહત્વની વાત છે કે પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
TAG: Bhachau Car Accident news Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








