Sunday, October 26, 2025
HomeGeneralસુરતના હિરાઘસુઓને ઉનાળું વેકેશન વહેલું આવે તેવી સ્થિતી, હજારો કરોડના પાર્સલ અટવાયા

સુરતના હિરાઘસુઓને ઉનાળું વેકેશન વહેલું આવે તેવી સ્થિતી, હજારો કરોડના પાર્સલ અટવાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News: હિરાના વેપારના હબ સુરતમાં (Diamond Business Hub Surat) વેપારીઓ સરકારી સિસ્ટમના કારણે અટવાઈ ગયા છે. કારણ કે ત્યારે હાલ વિદેશથી આવતા હિરાના પાર્સલ (Diamond Parcels) અટવાતા હિરાના ઉદ્યોગની હાલત કફોડી બની રહી છે. મોટી સંખ્યામાં હિરાના પાર્સલ અટલાઈ જતા રત્નકલાકારોને (Diamond Workers) ઉનાળું વેપારીઓ વેકેશન વહેલું આપે એવી શક્યતા પણ સેવાઈ રહી છે. જોકે હિરાના પાર્સલ અટવાઈ જવાનું મુખ્ય કારણ સરકારનું એક સોફ્ટવેર હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં હિરાનું હબ ગણાતા સુરતમાં (Surat) વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હિરાના ઉદ્યોગમાં પારદર્શકતા આવે તે માટે સરકાર દ્વારા તાજેતરમાં જ એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેરની મદદથી બિલની એન્ટ્રી થયા બાદ પાર્સલ ક્લિયર થતા હોય છે. પરંતુ છેલ્લા 6 દિવસથી આ સોફ્ટવેરમાં ખામી સર્જાતા વિદેશથી આવતા 500 જેટલા પાર્સલ અટવાયા છે. આ પોર્ટલ પર કોઈ હિરા કંપની પૈસા ચૂકવે તે વેબસાઈટ પર દેખાતા તેને લઈને કસ્ટમ વિભાગ દ્વારા હિરા ક્લિયર કરવામાં આવે છે. પરંતુ આ સોફ્ટવેરમાં વેપારીઓએ કરેલું પેમેન્ટ દેખાતું જ નથી. જેથી કસ્ટમ વિભાગ દ્વારા માલ છોડવામાં આવતો નથી. જોકે ટૂંક સમયમાં જ આ પોર્ટલ શરૂ થાય તેવી સરકાર દ્વારા બાહેંધરી આપવામાં આવી છે.

- Advertisement -

દેશ અને દુનિયામાંથી 100 માંથી 90 રફ હિરા સુરત શહેરમાં આવે છે અને ત્યાં તૈયાર થાય છે. દક્ષિણ આફ્રિકા, રશિયા, દુબઈ, હોંગકોંગથી મોટા પ્રમાણ રફ હિરા સુરત આવવા માટે નિકળ્યા હતા. પરંતુે સોફ્ટવેરની ખામીના કારણે હાલ રૂપિયા 1500 કરોડથી વધુ કિંમતના 500 જેટલા પાર્સલ અટવાયા છે. હાલ આ પાર્સલ પોર્ટ ઉપર આવી ગયા છે પરંતુ તે ક્લિયર થયા નથી. આ પાર્સલમાં સુરત અને મુંબઈના મોટાભાગના વેપારીઓના હિરાના પાર્સલ અટવાયા છે. જો આ સોફ્ટવેરની ખામી ટુંક સમયમાં દુર નહીં થાય તો રત્ન કલાકારોને આગામી દિવસમાં ઉનાળું વેકેશન જલ્દીથી આપવામાં આવે તેવું અનુમાન છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular