Sunday, October 26, 2025
HomeGujaratસફાઈ કામદારો માણસ નથી? સફાઈ કામદારોના મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે:...

સફાઈ કામદારો માણસ નથી? સફાઈ કામદારોના મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે: કોંગ્રેસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: તાજેતરમાં જ રાજકોટ (Rajkot)અને ભરૂચના દહેજમાં (Dahej, Bharuch) ગટર સફાઈ દરમ્યાન કુલ 5 સફાઈ કામદારોનાં મોત (Cleaners Death) નીપજ્યા હતા. રાજ્યમાં ગટર સફાઈ દરમ્યાન કામદારોમાં મુત્યુનું પ્રમાણ વધી રહ્યું છે, જેટિંગ મશીન કે રોબોટ જેવી પદ્ધતિથી ગટર યોગ્ય રીતે ન થતા અથવા પૂરતા પ્રમાણમાં જિલ્લામાં જેટિંગ મશીન ન હોવાથી આવી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ રાજકોટમાં પણ બે કામદારોનાં ભૂગર્ભમાં ઉતારતા ગુંગળામણને કારણે મોત નીપજ્યાહતા, સલામતીનાં સાધનો વગર ગટરમાં માણસો મારફતે સફાઈ કરાવવી પ્રતિબંધિત છે. ત્યારબાદ ભરૂચમાં પણ એવી જ ઘટના સામે આવી અને ત્રણ સફાઈ કામદારો મોતને ભેટ્યા હતા. એવામાં જો આંકડા જોવા જઈએ તો ભારતમાં સફાઈ વેળાએ મૃત્યુની સૌથી વધારે ઘટના ગુજરાતમાં નોંધાઈ છે. ત્યારે સફાઈ કામદારોના મોત મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે.

આ મામલે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું કે, તાજેતરમાં ભૂગર્ભ ગટરમાં ભરૂચમાં સેફટી સાધનનાં અભાવે ત્રણ કામદારનાં મોત થયા જે શરમજનક કહેવાય. રાજ્યમાં 15 દિવસમાં ભૂગર્ભ ગટર સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના મોતનો ત્રીજો મામલો સામે આવ્યો છે. જયારે વલસાડમાં પણ ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના અને રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી શ્રમિક અને કોન્ટ્રાક્ટરનાં મોત નીપજ્યાં હતા. સેપ્ટીક ટાંકી, સ્કેવેન્જીગનાં મુત્યું પામેલા લોકો માટે સરકારની કોઈ સંવેદના કે ઈચ્છાશક્તિ નથી દેખાતી. ભારતમાં યુ.પી.એ. સરકારે ગટરમાં ઉતરવાનો પ્રતિબંધિત કાયદો બનવ્યો હોવા છતા રાજ્ય સરકાર સફાઈ કામદારોની સુરક્ષા માટે પૂરતા પગલાં નથી લેતી? તેમણે સરકારને સવાલ કર્યો હતો કે શું ગરીબો અને શ્રમીકો માનવી નથી? તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ દાયકામાં પૂરતા સાધનના અભાવે શ્રમીકોનાં મોત મામલે ગુજરાત બીજા નંબર પર આવે છે તો માનવઅધિકાર પંચ કેમ પગલાં નથી ભરી રહ્યું અને ચૂપ છે?

- Advertisement -

આ સાથે જ તેમણે ભારત સરકારના સર્વે આંકડા રજૂ કરતા કહ્યું કે દેશમાં વર્ષ 2018 માં 13460, જયારે 2019 માં 58098 કામદારો ગટર અને સેપ્ટીકનાં કામ કરતા હતા જે પહેલા કરતા બમણા થયા છે. જે હકીકત ચિંતાજનક છે, આ પ્રથા અમાનવીય અને અપમાનિત કરનારી છે જે હવે બંધ થવી જોઈએ પણ ગુજરાતનાં વિવિધ ભાગોમાં આ પ્રથા એક કે બીજી રીતે ચાલે છે.

તેમણે માગ કરી હતી કે, ગટરની સફાઈ કરતા કામદારોને વૈકલ્પિક રોજગારી આપવામાં આવે. તેમજ કોર્પોરેશન, નગરપાલિકા કે પંચાયતમાં આ અમાનવીય, અપમાનિત થતી પ્રથાને સદંતર બંધ કરવામાં આવે, બીજા જે કામદારો કે શ્રમીકો ગટર અને સેપ્ટીક ટાંકીની સફાઈ સાથે જોડાયેલ છે તેમને પૂરતી માત્રામાં સુરક્ષા ગિયર અને સાધનો પુરા પાડવામાં આવે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular