Wednesday, December 17, 2025
HomeGujaratહાલોલમાં પશુપાલક નદીમાં પાણી પીવા જતા જ મગરે ફાડી ખાધો

હાલોલમાં પશુપાલક નદીમાં પાણી પીવા જતા જ મગરે ફાડી ખાધો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંચમહાલઃ Panchmahal News: પંચમહાલના હાલોલમાં (Halol) પશુ ચરાવવા ગયેલા એક યુવક પર મગરે હુમલો (Crocodile Attack on Youth) કર્યો હોવાની ઘટના સામે આવી છે. પશુ ચરાવવા ગયેલા યુવાન તાડીયા ડેમ પાસે પાણીમાં ઉતર્યો હતો તે દરમિયાન મગરે હુમલો કર્યો હતો. જોકે યુવક પર મગરે હુમલો કર્યાની જાણ સ્થાનિકોને થતા તેને બચાવવા માટે દોડી આવ્યા હતા અને જાળી નાખીને તેને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા જ મગરે યુવકને ફાડી નાખ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, પંચમહાલના હાલોલમાં વાઘબોડ ગામા પર્વત નાયક પશુ ચરાવવા માટે તાડિયા ડેમ નજીક ગયો હતો. બપોરના સમયે ભેંસો ચરાવ્યા બાદ ભેંસો પાણી પીવા માટે પાણીમાં ઉતરી હતી. સાથે જ પર્વત પણ પાણી પીવા માટે કિનારા પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન પાણીમાં રહેલા મગરે અચાનક તરાપ મારીને પર્વત નાયકને દબોચી લીધો હતો અને પાણીમાં ખેંચી ગયો હતો. ભેંસો ચરાવવા માટે પર્વત નાયર તેની પત્નીને પણ સાથે લઈ ગયો હતો.

- Advertisement -

પત્નીની નજરની સામે જ પર્વતને મગર ખેંચી જતાં ગામના લોકોને ફોન કરીને આ બનાવ અંગેની જાણકારી આપી હતી. ગામના લોકોને માહિતી મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો ડેમ પાસે પહોંચી ગયા હતા. ત્યારબાદ માછલી પકડવાની જાળ વડે યુવકને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ જાળમાં યુવક અને મગર બંને ફસાયા હતા. પરંતુ જાળમાં વજન વધી જતાં તે ફાટી ગઈ ગતી અને મગર જાળમાંથી મગર બહાર નીકળીને પાણીમાં જતો રહ્યો હતો. ગ્રામજનોએ પર્વતને બહાર કાઢતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા હાલોલ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે પર્વતના મૃતદેહને પીએમ માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

TAG: Panchmahal News, Crocodile attack on Youth in Halol,

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular