Wednesday, December 17, 2025
HomeGujaratછોટાઉદેપુર: જિલ્લા SP, લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI, PSI સહિત 15 લોકો વિરુદ્ધ...

છોટાઉદેપુર: જિલ્લા SP, લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI, PSI સહિત 15 લોકો વિરુદ્ધ CID ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુર: Chhota Udepur Beating Case: શનિવારે એક આરોપીએ જિલ્લા પોલીસ વડા(SP) , લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI, PSI, અન્ય સ્ટાફ તથા જુદી જુદી હોસ્પિટલના ડોક્ટર્સ સહિત 15 લોકો સામે બાળ અદાલતમાં ફરિયાદ કરી છે. જેની તપાસ બાળ અદાલત દ્વારા CID ક્રાઇમબ્રાંચ (Crime Branch), ગાંધીનગરને સોંપવામાં આવી છે.

આરોપીએ કરેલી ફરિયાદ અનુસાર ગત 6 નવેમ્બરના રોજ, ખંડણી બાબતે જબુગામમાં થયેલી હત્યાના ગુનામાં એલ.સી.બી.એ (Local Crime Branch) તેમના ઘરે જઈને તેમની સાથે તેમના દીકરાની પણ ધરપકડ કરવાની હોવાનું જણાવ્યું હતું. તથા એલ.સી.બી.ઓફિસે દીકરાને લઈને આવવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી તેમના દીકરાને લઈને એલ.સી.બી. ઓફિસે ગયા હતા. જે સગીર વયનો છે. ત્યાં તેઓની પૂછપરછ કર્યા પછી તેમને પોલીસ વડા પાસે લઈ જવામાં આવ્યા. ત્યાં તેઓને હત્યાનો ગુનો ના કબૂલે ત્યાં સુધી મારવાનું કહેતા પરત એલ.સી.બી.ની ઓફિસે લાવી દીધા. અને પોલીસવાળાઓએ તેમને ખૂબ માર માર્યો.

- Advertisement -

14 નવેમ્બર સુધી પોલીસવાળા બાપ-દીકરાને માર મારતા રહ્યા. પોલીસના મારથી ફરિયાદીના સગીર દીકરાને ગંભીર ઇજા પહોંચતા છોટાઉદેપુરની મેડિટોપ હોસ્પિટલ (Meditop HospiTal) લઈ ગયા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે સગીરને વડોદરાની વિન્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી ચાર જ દિવસમાં કાઢી મૂકવામાં આવતા ફરીથી છોટાઉદેપુરની મેડીટોપ હોસ્પિટલ ખાતે આવીને રમેશ પટેલને મળીને તેને વડોદરાની આદીક્યૂરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં દસ દિવસની સારવારને અંતે ઘરે મોકલી આપ્યા હતા. એટલે ફરિયાદીએ બોડેલી નર નારાયણ હોસ્પિટલના ડૉ. નીરવ પટેલને ત્યાં સારવાર શરૂ કરી હતી. પરંતુ ત્યાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હોસ્પિટલના બિલને લઈને ફરિયાદી અને ડોકટર વચ્ચે રકઝક થઈ હતી.

સમગ્ર મામલે ફરિયાદીએ વકીલ મારફતે છોટાઉદેપુર બાળ અદાલતમાં જિલ્લા પોલીસ વડા, એલ.સી.બી. પી.આઇ., એલ.સી.બી. પી.એસ.આઇ, તેમજ જશવંત સિંધા, લખનસિંહ, વિમલભાઈ, કહરસિંહ, રાજેશભાઈ પટેલ, મુકેશભાઈ, હિતેશભાઈ (તમામ એલ.સી.બી.સ્ટાફ) તથા અન્ય ત્રણ પોલીસ કર્મીઓ અને મેડિટોપ હોસ્પિટલના ડૉક્ટર રમેશ પટેલ, વિન્સ હોસ્પિટલ વડોદરાના ડૉકટર, આદિક્યુરા હોસ્પિટલ ,વડોદરાના ડૉકટર તેમજ નર નારાયણ હોસ્પિટલ બોડેલીના ડૉકટર નીરવ પટેલ સામે IPCની કલમ 323, 325, 307, 114, 342, 344, 504, 506(2), 511 મુજબ ફરિયાદ કરી હતી. ફરિયાદીના વકીલના જણાવ્યા પ્રમાણે આ ફરિયાદના અનુસંધાને બાળ અદાલત દ્વારા આ કેસની તપાસ CID ક્રાઇમ, ગાંધીનગરને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને કારણે સ્થાનિક પોલીસતંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

TAG: Chotta Udepur News, Chhota Udepur Beating Case, CID Crime Branch Gandhinagar

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular