નવજીવન ન્યૂઝ. ભૂવનેશ્વર: ઓરિસ્સાના(Odisha) આરોગ્ય મંત્રી નબા દાસ(Naba Kisore Das)પર જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી હતી. આ પછી નાબા દાસને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નબા દાસની છાતી પર ગોળી વાગી છે.
બ્રજરાજનગરના એસ.ડી.પી.ઓ. ગુપ્તેશ્વરે મીડિયાને જણાવ્યું હતું કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ (એએસઆઈ) ગોપાલ દાસે આરોગ્ય મંત્રી પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં મંત્રી ઘાયલ થયા છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ગુપ્તેશ્વરે જણાવ્યું કે સ્થાનિક લોકોએ આરોપી ASIને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ASIએ મંત્રી પર કેમ ફાયરિંગ કર્યું તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
એસડીપીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના બ્રજરાજનગર શહેરમાં બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે દાસ એક મીટિંગમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. મંત્રીને પહેલા ઝારસુગુડા જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને વધુ સારી સારવાર માટે ભુવનેશ્વરની હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દાસ પર હુમલા બાદ શહેરમાં તણાવ પ્રવર્તી રહ્યો હતો. મંત્રીના સમર્થકોએ તેમની સુરક્ષામાં ક્ષતિ અંગે સવાલ ઉઠાવ્યા હતા.
કેટલાક સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે દાસને નિશાન બનાવવાનું કાવતરું હતું. એસડીપીઓએ જણાવ્યું કે આરોપી એએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલુ છે. ઘટનાની ઝીણવટભરી તપાસ બાદ જ વધુ વિગતો સામે આવશે.
નબા દાસને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર છે. દરમિયાન મંત્રી નબા દાસને એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી પર હુમલાની માહિતી મુખ્યમંત્રી નવીન પટનાયકને આપવામાં આવી છે. તેઓ દાસને મળવા ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલ પહોંચ્યા છે. નબા દાસ બીજેડીના વરિષ્ઠ નેતા છે. તાજેતરમાં, તે શનિ મંદિરમાં 1.7 કિલો સોનાનો કળશ અર્પણ કરીને ચર્ચામાં આવ્યા હતા.
હુમલા બાદ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, આ હુમલાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું આઘાતમાં છું. હું આની સખત નિંદા કરું છું અને તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. ક્રાઈમ બ્રાન્ચને ઘટનાની તપાસ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર જવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








