નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગુજરતમાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને બાળકોમાં આ પ્રાકરના રોગોનો વ્યાપ વધતો હોય તેવું જોવા મળે છે. બજારમાં ઘણા બધા મચ્છર પ્રતિરોધક મળે છે પણ ઘણા કિસ્સામાં આવા મચ્છર પ્રતિરોધકોમાં કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે ભાવનગર યુનિવર્સિટી (Bhavnagar University) ના લાઈફ સાયન્સ ભવનના વિદ્યાર્થીઓએ તેમના પ્રાદ્યાપકના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક અને ઈકોફ્રેન્ડલી મચ્છર પ્રતિરોધક (Ayurvedic and eco friendly mosquito repellent) શોધી કાઢ્યું છે.
શું ખાસ છે આ આયુર્વેદિક મચ્છર પ્રતિરોધકમાં?
આ મચ્છર પ્રતિરોધકની ઉપિયોગિતા એક કરતાં વધારે છે. આ મચ્છર પ્રતિરોધક સંપૂર્ણપણે વનસ્પતિમાંથી બનાવવામાં આવ્યું છે અને તેને લગાવ્યા બાદ આ પ્રતિરોધક એન્ટિ ઇન્ફલામેન્ટ્રી, બેસ્ટ સ્કીન ફ્રેન્ડલી, સ્કીન ટેનીન, દરેક ઉંમરના વ્યક્તિ માટે, ઈકોફ્રેન્ડલી, બેસ્ટ સેનીટાઈઝર અને વનસ્પતિમાંથી બનેલું મચ્છર પ્રતિરોધક છે, જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેથી આની કોઈ સાઈડઇફેક્ટ મનુષ્ય શરીર ઉપર થતી નથી.

આ મચ્છર પ્રતિરોધકની શોધ બાદ ભાવનગર યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તેની પેટન્ટ રજિસ્ટર કરવા માટેનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દોઢ વર્ષ જેટલા સમયગાળામાં મમતા દિયોરા, દિપાલી ડાભી, તૃપ્તિ ગોહેલ, પુજા ઝનકાત, ચાર્મી રાજ્યગુરુ અને મુઝીર હબસી આ 6 વિદ્યાર્થીઓએ ડૉ. ભરતસિંહ ગોહિલ અને ડે. શૈલેસ મહેતાના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જેના બદલામાં આ વિદ્યાર્થીઓને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કારર્યકારી કુલપતિ ડૉ. એમ. એમ. ત્રિવેદી અને અન્ય સત્તાધીશોએ દ્વારા સન્માનીત પણ કરવામાં આવ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








