નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આયારામ-ગયારામની રાજનીતિ ચાલી રહી છે. એક પક્ષ કે બીજા પક્ષના નેતા અને કાર્યકર પોતાના પક્ષમાં જોડી એક માહોલ બનાવવાનો અલગ અલગ રાજકીય પક્ષો કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના વિસાવદરના ઘારાસભ્ય રાજીનામુ આપી હજી એક દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા તેના બીજા દિવસે જ ભાજપના વડોદર જિલ્લાના મોટા નેતા અને કાર્યકરોને રાજીવગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસનો ખેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને અમિત ચાવડાની હાજરીમાં પહેરાવ્યો.
પત્રકાર પરિષદને સંબોધન કરતા સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે, “વડોદરા જિલ્લા કુલદીપસિંહ રાઓલ અને એમના 700 થી વધુ કાર્યાકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. કુલદીપસિંહ સહકારી આગેવાન છે.”
અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, “RSSની વિચારધારા ધરાવતી આપ પાર્ટી જ્યારે પ્રજામાં આકોશ છે ત્યારે ભાજપ વિરોધી મતો બીજી પાર્ટીમાં ન જાય તેનું ધ્યાન રાખી પરોક્ષ રીતે ભાજપની બી ટીમ તરીકે કામ કરી ભાજપની મદદ કરી રહી છે. આ કારણથી આપના આંણદ જિલ્લાના આગેવાનો આજે કોંગ્રેસમાં જોડાયા છે.”
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને જવાબ આપતા કહ્યું કે, “કુલદીપસિંહ અને તેમના સાથે આવેલ ભાજપના કાર્યકરો કોંગ્રેસની વિચારધારા જોઈને આવ્યા છે અને તેમનું લક્ષ જ્યાં ત્યાં પૂરું ન થતા લોકહિત માટે અહિયાં આવ્યા છે. તેમનું સ્વગાત છે. અહિયાં દરેક સમાજ, દરેક વર્ગનું ધ્યાન રાખશે. ડિસેમ્બર 2022ની ચૂંટણી કોંગ્રેસ પક્ષ 125 બેઠકો મેળવી સરકાર બનાવી રહી છે.”
કુલદીપસિંહ રાઓલ કોંગ્રેસમાં જોડાયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, “10 વર્ષ ભાજપમાં નિષ્ટાથી કામ કરતો હતો પણ સ્થાનિક આગેવાનો સામે લોકોના કામ ન થતા વાંધો હતો. યુવાનોને રોજગારે મળે તેવા કોઈ પ્રયાશો થતા ન હતા. સ્થાનિક આગેવાનો સમાજના લોકોને ઉપર આવતા દેતા ન હતા, મને દબાવવાના પ્રયત્ન થતા હતા. જો કે હું દબાણને વશ ન થતો અને કોંગ્રેસમાં આવ્યો.”
(સાભાર: તોફિક ઘાંચી)








