Saturday, May 30, 2026
HomeGujarat'પાઘડીવાળા ટોપીવાળાનો વિરોધ કરીશું'- ચૂંટણી પહેલા AAP અને BTPનું ગઠબંધન તૂટ્યું

‘પાઘડીવાળા ટોપીવાળાનો વિરોધ કરીશું’- ચૂંટણી પહેલા AAP અને BTPનું ગઠબંધન તૂટ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદાઃ ગુજરાતમાં આગામી ચૂંટણીની જાહેરાત હજી સુધી થઈ નથી ત્યાં તો ગુજરાતના રાજકારણને લઈને રોજ નવાજૂની એંધાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા જ ઝાટકો લાગ્યો છે. ગુજરાતમાં આપ અને BTP વચ્ચે મહિનાઓમાં જ ગઠબંધન તૂટી ગયું છે. જોકે BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આજે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના દિવસે જ આપ-BTPમાં ભંગાણ પડ્યું છે. આપ અને BTP વચ્ચેનું ગઠબંધનનો આજે અંત આવ્યો છે. બન્ને રાજકીય પક્ષ વચ્ચે ગઠબંધન તૂટતા હવે ભરૂચ અને નર્મદાની કેટલીક બેઠકો પર તેની અસર થવાનું રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યા છે. ગઠબંધન તૂટવા પાછળનું કારણ અંગે છોટું વસાવાનું કહેવું છે કે, આપના ટોપીવાળા લોકો દેખાતા નથી, આપના નેતાઓ BTPનું કહેવુ માનતા નથી. પાઘડીવાળા ટોપીવાળાનો દેશભરમાં વિરોધ કરશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના અગાઉ જ આપ અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરા જગડીયા ખાતે આવ્યા હતા. આ દરમિયાન છોટું વસાવા અને પવન ખેરા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. જોકે બંધ બારણે થયેલી બેઠકમાં સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી હવે 2017ની વિધાનસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ કોંગ્રેસ અને BTP સાથે જોવા મળી શકે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular