Thursday, June 4, 2026
HomeGujaratવલસાડમાં નદી કિનારેથી મહિલા સિંગરની લાશ કારમાંથી મળી, પતિએ એક દિવસ અગાઉ...

વલસાડમાં નદી કિનારેથી મહિલા સિંગરની લાશ કારમાંથી મળી, પતિએ એક દિવસ અગાઉ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડઃ વલસાડમાં પ્રખ્યાત મહિલા સિંગરની લાશ નદી કિનારે એક કારમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જોકે તેના પતિએ મહિલાના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી તેના બીજા જ દિવસે મહિલાની લાશ મળી આવી છે. પતિએ ગઈકાલ સાંજે પતિ સીટી પોલીસ મથકમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે કારના નંબરના આધારે તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડમાં પારડી તાલુકાના પાર નદી કાંઠે એક શંકાસ્પદ હાલતમાં અજાણી કાર ઘણા સમયથી ઊભી હતી. સ્થાનીકોને આ કાર અંગે શંકા થતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે આવીને GJ-15-CG-4224 નંબરની બલેનો કારની તલાસી લેતા તેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કારની પાછળની સીટના લેગ સ્પેસની જગ્યામાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો.

- Advertisement -

અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે અક્સમાત ગુનો દાખલ કરી પ્રાથમીક તપાસ હાથ ધરતા મૃતક મહિલા પારડીની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે વલસાડ LCBને જાણ કરવામાં આવતા ટીમ ધટના સ્થળે આવી પહોંચી હતી, ઉપરાંત ફરિયાદી પતિને બોલાવી મહિલાની ઓળખ કરવામાં આવી હતી. હાલ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રહસ્યમય મળી આવેલા મૃતદેહ અંગે વઘુ તપાસ હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular