Friday, April 17, 2026
HomeGujaratઅમદાવાદનાં નવા વાડજ વિસ્તારના સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, ઢોલ સાથે તૂટેલા રસ્તાના બેનર...

અમદાવાદનાં નવા વાડજ વિસ્તારના સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, ઢોલ સાથે તૂટેલા રસ્તાના બેનર લઈને રોડ પર ઉતર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક મહિના દરમિયાન વરસેલા વરસાદે સમગ્ર ગુજરાતમાં તંત્રની પોલ ખુલ્લી કરી દીધી હતી. અમદાવાદ જેવા મહાનગરમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સાથે રસ્તા ઉપર ખાડા પડી જવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે સ્થાનિકો આ મુદ્દાઓને લઈને મોટા પ્રમાણમાં કોર્પોરેશનનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં આજે નવા વાડજ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા અનોખા પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

અમદાવાદનાં નવા વાડજ વિસ્તારમાં રહેતા સ્થાનિકો પોતાના વિસ્તારમાં ખરાબ રસ્તાઓના કારણે રોજ હાલાકી ભોગવી રહ્યા છે, જેના વિરોધમાં આજે તેમણે અનોખુ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. નવા વાડજ વિસ્તારના સ્થાનિકોએ આજે ઢોલ વગાડતા વગાડતા આજે એક રેલી કાઢી હતી, જેમાં તેમણે કોર્પોરેશનની કામગીરીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને અલગ અલગ બેનર લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વિરોધ પ્રદર્શનમાં સ્થાનિકો દ્વારા બેનર લઈને રેલી કાઢવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે, અમારી મહેનતના પૈસાથી ભરેલા મ્યુનિસિપલ ટેક્સનો સદુપયોગ થાય અને રોડ ઉપર પડેલા ખાડા દૂર થાય અને રોડ સાર બને તે માટે અમે ન્યાય માગીએ છે. આવા બેનર સાથે સ્થાનિકો દ્વારા નવા વાડજ વિસ્તારમાં ભાવસાર સોસાયટીથી લઇને સ્વાગત એપાર્ટમેન્ટ અને મહાત્મા પાર્ક સુધીના રસ્તા ઉપર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ માત્ર એક વિસ્તારની વાત છે, પરંતુ તંત્ર દ્વારા પ્રિમોનસૂન કામગીરીના નામે અઢળક રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં સમગ્ર શહેરમાં લોકોને પાણી ભરાવા સહિત રસ્તા ઉપર ખાડા પાડવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તો હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા આવા ઉગ્ર વિરોધ બાદ કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં?

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular