Thursday, June 25, 2026
HomeGujaratકેવડિયાની ધરા ધ્રુજી, નર્મદા સરદાર સરોવર ડેમ નજીક ભૂકંપનો આવ્યો આંચકો

કેવડિયાની ધરા ધ્રુજી, નર્મદા સરદાર સરોવર ડેમ નજીક ભૂકંપનો આવ્યો આંચકો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજપીપળાઃ નર્મદા જિલ્લાના કેવડિયા પાસે આજે ભૂકંપનો અનુભવ થયો હતો. અહીં પ્રવાસીઓની હાજરી હોઈ પ્રવાસીઓમાં પણ આ કારણે સામાન્ય ભય જોવા મળ્યો હતો. બે ઘડી લોકો ભૂકંપ વધુ જોખમી ન બને તેવી પ્રાથના કરવા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 3.2 હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પંથકના બહુમંજીલા ઈમારતો પરથી લોકોને નીચે ઉતરી જવાની ફરજ પડી હતી.

એક્તા નગર એટલેકે કેવડિયા વિસ્તારમાં આજે બપોરે 2 વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. બહુમાળી ઈમારતો પર રહેતા લોકોને તેનો વિશેષ અનુભવ થયો હતો. તે લોકો દોડીને ઈમારતની બહાર આવી ગયા હતા. જોકે આ સમયે તમને અને ત્યાં હાજર લોકોને પણ એવો સવાલ થયો હશે કે ભૂકંપને કારણે નર્મદા ડેમને કશું નુકસાન થયું છે કે કેમ, તો નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો પણ ન તૂટે તેટલી મજબૂતીથી બનાવાયો છે. તો અહીં હાલ બધુ જ સુરક્ષિત છે કોઈ ચિંતાનો વિષય નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular