નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં એક દિવસ પહેલા જે વરસાદ પડ્યો તેમાં લોકોએ ઘણું ભોગવ્યું છે. તંત્રના પાપે લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે. નુકસાન વેઠવું પડ્યું છે, પરેશાન થવું પડ્યું છે. જોકે આગામી સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને જોતા તંત્ર હવે સજાગ બન્યું છે.
હાલમાં એક જ વરસાદમાં અમદાવાદની જે હાલત થઈ તે જોઈ શકાય તેવી ન હતી. અમદાવાદ જિલ્લામાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને જોતા અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેનો સંપર્ક નંબર 07927560511 છે. ઈમર્જન્સી વ્યવસ્થાપન કેન્દ્રનો હેલ્પલાઈન નંબર 1077 છે. આ બંને નંબર પર કોઈ પણ ઈમર્જન્સી હોય તે વખતે મદદ મેળવવા જનતા સંપર્ક કરી શકે છે. તંત્રએ શક્ય એટલી તાત્કાલીક તમદદ આપવાનો દાવો કર્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








