નવજીવન ન્યૂઝ. રાજકોટ: ભાજપ પક્ષના માજી મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના તત્કાલિન પ્રમુખ સાથે રાજકીય અને સમાજિક સ્થળે મોટું કદ ધરાવતા કુંવરજી બાવળીયાના સમાજમાં પ્રમુખ પદ માટે ઊભા થયેલા વિવાદ બાદ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી બાદ રવિવારે મળેલી જનરલ સભામાં કુંવણજી બાવળીયાને પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે કુંવરજી બાવળિયાએ આજે જણાવ્યું હતું કે, સમાજનો પ્રમુખ તો હું જ રહીશ. અંતે અજીત પટેલે ભૂલ સ્વીકારી લેતા વિવાદનો અંત આવ્યો છે.
કુંવરજી બાવળિયાએ આજે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખને લઈને જે વિવાદ તેનો અંત આવી ગયો છે. મારે અને અજીતભાઈ વચ્ચે જે ગેરસમજ હતી તે હવે દૂર થઈ ગઈ છે. આગામી સમયમાં જ્યારે કોર્ટની મુદત આવશે ત્યારે અજીતભાઈ તરફથી કેસ પણ પાછો ખેચી લેવામાં આવશે. ઉપરાંત સમાજ જે નિર્ણય કરશે તે પ્રમાણે ઈલેકશન અથવા સિલેકશન કરવામાં આવશે. ગઈ કાલ રાત્રે આ વિવાદને લઈને સમાધાન થઈ જતાં વિવાદનો અંત થયો છે.
અજમેર ખાતે જનરલ સભા બોલાવવાની વાતે કુંવરજી બાવળીયાએ વિરોધ કરી સદર સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીદ કર્યા બાદ તેઓ સતત સમાજ વિરોધી પ્રવૃતિ કરવા સાથે જ મનસ્વી રીતે દિલ્હી ખાતે બેઠક બોલાવી કેટલાક માનીતા લોકોને હાજર રાખી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાનું ખોટું ચલાવતા આવેલા. જ્યારે તેમની સમાજ વિરોધી કામગીરી બાબતે મંડળના હોદેદારો અને સમાજના આગેવાનો દ્વારા મનાવવાની કોસીસ કરવા છતાં તેઓ માનવા તૈયાર ન હતા. આટલુ જ નહીં ત્યાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્ર્મનો પણ તેમણે વિરોધ કર્યો. ત્યારે સમાજના પ્રમુખ પદે રહીને કુંવરજી બાવળીયા ભાજપ પક્ષમાં મંત્રી સુધીનો માન મોભો મેળવ્યા બાદ પણ સમાજ વિરોધી પવૃતિ કરવાની બાબતને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના હોદ્દેદારો સાથે સમાજના આગેવાનોએ ખુબ જ ગંભીરતાથી લીધી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.