નવજીવન ન્યૂઝ. ઉના: તૌક્તે વાવાઝોડું ઉના, દીવ અને જાફરાબાદ ખાતે ટકરાયું હતું. જેના પરિણામ સ્વરૂપે ઉના, કોડીનાર, ગિર, ગઢડા અને દીવમા ધોધમાર વરસાદ પડ્યો હતો. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાના પગલે ગિર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ થયો હતો. દરિયાઇ વિસ્તારમાં ઘાતક પવન ફૂંકાવાનું થયું શરૂ થયું હતું. વેરાવળ, સોમનાથ, ઉના, કોડીનાર પંથકમાં 80 થી 130ની ઝડપે પવન ફૂંકાતા ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થાય હતા તેમજ ગામડાઓમાં અનેક મકાનો પણ પડી ગયા હતા.
આ ઉપરાંત ગાડીઓ ઉપર વીજળીના થાંભલા અને વૃક્ષો પડવાના બનાવો પણ બન્યા હતા અને પેટ્રોલ પંપમાં નુકસાન થવાને કારણે પેટ્રોલ-ડીઝલનું વેચાણ પણ બંધ કરાયું હતુ. તેમજ રોડ પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ભારે વરસાદના પગલે દુધનાં વાહનો બપોરના સમયે આવતા ડેરીઓમાં લોકોની લાઈન લાગી હતી અને વીજ પુરવઠો વહેલી તકે શરૂ કરવા પીજીવીસીએલની સ્થાનિક અને બહારની ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી હતી. ભારે પવન અને વરસાદના લીધે ઉના તાલુકામાં જનજીવન ખોરવાયું હતું અને મોબાઈલ ટાવર ધરાશાયી થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
એક વર્ષ પૂર્વે તૌક્તે વાવાઝોડામાં દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એવામાં તૌકતે વાવાઝોડાની અસર ગિર સોમનાથ જિલ્લાના અનેક ગામોમાં અને શહેરોમાં જોવા મળી હતી. ત્યારે ઉના ગિર ગઢડા તાલુકામાં અલગ અલગ ગામોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડ્યો હતો તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક પાકો અને માછીમારોને અનેક ગણું નુકસાન પણ થયું હતું તેમજ અનેક લોકો ઘર વિહોણા થયા હતા. ત્યારે સરકાર દ્વારા હજુ સુધી જરૂરિયાત મંદ લોકોને સહાય ચુકવવામાં આવી નથી. જ્યારે સામાન્ય માત્રામાં નુકસાન થયેલ લોકોને સહાય ચૂકવાતા તૌક્તે વાવાઝોડાનું એક વર્ષ પૂર્ણ થતા હજુ લોકોને યાદ તાજી કરાવતા અનેક બેઘર લોકોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
(અહેવાલ સહઆભાર- ધર્મેશ જેઠવા)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.