Saturday, August 29, 2026
HomeGeneralઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું નામ લઈને કર્યો હતો તોડ, નીકળ્યો સાયબર ક્રાઈમનો ડ્રાઈવર,...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું નામ લઈને કર્યો હતો તોડ, નીકળ્યો સાયબર ક્રાઈમનો ડ્રાઈવર, નરોડા પોલીસે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા અવાર નવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે કોઈ વ્યક્તિ નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હતા. ત્યાર બાદ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું નામ લઈને અપહરણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીઓએ એક ભાજીપાવની લારી વાળાનું અપહરણ કરીને ત્રણ લાખ રૂપિયાની માગ કરી હતી અને છેલ્લે 20 હજાર રૂપિયાનો તોડ કરીને ફરિયાદીને છોડી દિધો હતો. ફરિયાદીએ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ત્વરિત કામગીરી કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.



પ્રાથમિક માહિતી મુજબ મુળ રાજસ્થાનના અને હાલ નરોડા વિસ્તારમાં રહેતા ઇન્દ્રલાલ જાટ 7 તારીખે તેમની ભાજીપાવની લારી ઉપર વેપાર ધંધો કરતાં હતા ત્યારે રાતે 12 વાગે પછી સફેદ કલરની એક ગાડીમાં કેટલાક વ્યક્તિઓ આવ્યા અને લારીનો માલિક કોણ છે, અહિયાં નાના છોકરા જોડે કામ કેમ કરવો છો તેમ કહીને પોતાની ઓળખ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તરીકે આપી હતી. ત્યાર બાદ તેમણે લારીના મલીકને પોતાની ગાડીમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા અને કેસ ન કરવા માટે 3 લાખ રૂપિયાની માગ કરી હતી, જો કે વેપારી પાસે પૈસા ન હોવાને કારણે ATMમાંથી 20000 રૂપિયાનો તોડ કરીને તેમણે નીકળી ગયા હતા.

જ્યારે પોલીસ દ્વારા આ તમામની ધરપકડ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે મુખ્ય આરોપી રાજન પટેલ સાયબર ક્રાઈમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, તેની ઉપરાંત પ્રદીપ પાટિલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ જોધા અને અમિત પટેલની નરોડા પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ 5 લોકોએ ભૂતકાલમાં કોઈ ગુના કર્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular