Sunday, October 26, 2025
HomeGeneralઉપલેટામાં ગમખ્વાર અકસ્માતમાં બે ભાઈઓનુ મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ઉપલેટામાં ગમખ્વાર અકસ્માતમાં બે ભાઈઓનુ મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉપલેટા: ગુજરાત્મ રોડ અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ગઈકાલે રાતના સમયે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં બે ભાઈઓએ જીવ ગુમાવવો પડ્યો હતો. એક કાર દ્વારા ટક્કર મારવાના કારણે બાઈક પર જઈ રહેલા ત્રણ વ્યક્તિઓ અકસ્માતનો શિકાર બન્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાને કારણે હાલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.



ગઈ કાલે રાતે બાઇક ઉયપર ટ્રીપલ સવારી બાઇક લઈને ત્રણ વ્યક્તિ તરસાઈ ગામમાં ઢોલ વગાડવા જઈ રહ્યા હતા તે દરમિયાન એક કરચલક પાછળથી આવીને બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. મનોજ ચૌહાણ અને ભોલો ચૌહાણ બને સગા ભાઈઓ હતા અને તેમની સાથે એક મિત્ર નગીન ઢાકેચા ત્રણેય બાઇક ઉપર જઇ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મનોજ ચૌહાણ અને ભોલો ચૌહાણ બંને સગા ભાઈઓ હતા, તેમની માતા હયાત નથી અને તેમના પિતા માનસિક રીતે દિવ્યાંગ છે. બંને મૃતક યુવકો જામજોધપુર તાલુકાના નાની ગોપ ગામના રહેવાસી હતા. જ્યારે નગીન ઢાકેચા નામનો યુવક ઇજાગ્ર્સ્ત થતાં તેને ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular