Thursday, October 2, 2025
HomeGujaratAhmedabad9 દિવસમાં 7 હથિયારો ઝડપાયા, અમદાવાદમાં ગેરકાયદેસર હથિયારો માટે રથયાત્રા બાદ પણ...

9 દિવસમાં 7 હથિયારો ઝડપાયા, અમદાવાદમાં ગેરકાયદેસર હથિયારો માટે રથયાત્રા બાદ પણ સઘન ઝુંબેશ જરૂરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આગામી 20 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા (Rath yatra 2023) યોજાવા જઈ રહી છે. જેના પગલે રથયાત્રાના રક્ષણ માટે અને શાંતિ જળવાય રહે માટે પોલીસ પ્રયત્નશીલ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્યવાહીમાં જે રીતે સતત હથિયારો ઝડપાય છે તેની સંખ્યા ખુબ ચિંતાજનક છે. જેના પરથી જણાય છે કે અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોનો (illegal weapon) વેપલો બેફામ બન્યો છે. માટે રથયાત્રા બાદ પણ ગેરકાયદેસર હથિયારો ઝડપવાનું ઓપરેશન શરૂ રાખવું જરૂરી બની રહ્યું છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા કેટલાક દિવસોથી ભગવાન જગન્નાથ રથયાત્રા (Jagannath Rath yatra Ahmedabad)ને લઈ એલર્ટ થઈ કામગીરી કરી રહી છે. પરંતુ આ કામગીરી દરમિયાન લગભગ દર બે દિવસે બંદૂક, તમંચા અને પિસ્ટલ જેવા ઘાતક હથિયારો ઝડપાઈ રહ્યા છે. આમ સતત હથિયારો ઝડપાવા એ ખુબ જ ચોંકાવનારી અને ચેતવણીરૂપ બાબત પણ છે. વળી આ ઘટનાઓ પરથી સવાલ પેદા થાય છે કે શું પોલીસ માત્ર વર્ષે એક વખત રથયાત્રાને ધ્યાને રાખીને જ કામગીરી કરે છે? જો તેવું નથી તો સામાન્ય દિવસો કરતા આ દિવસોમાં જ કેમ મોટી માત્રામાં હથિયારો ઝડપાઇ રહ્યા છે. જેના પરથી જણાય છે કે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારો મામલે પોલીસે વધુ સતર્ક બની કામગીરી કરવી પડે તેમ છે.

- Advertisement -

જો વાત કરીએ હથિયારો ઝડપાવાના કિસ્સાની તો તારીખ 29 મેના રોજ ક્રાઈમબ્રાંચ દ્વારા ગેરકાયદેસર પિસ્ટલ સાથે આરોપી સોયેબ કાદરભાઈની વટવા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. તારીખ 31 મેના રોજ ક્રાઈમબ્રાંચે આરોપી અલ્કેશસીંગ ઉર્ફે અખીલેશ ભદોરીયાની 3 નંગ ગેરકાયદેસર હથિયાર અને 12 કારતૂસ સાથે મેમકો આનંદ હોસ્પિટલ પાસેથી ધરપકડ કરી. એજ પ્રકારે તારીખ 2 જૂનના રોજ ક્રાઈમબ્રાંચે પિસ્ટલ અને કારતૂસ સાથે આરોપી નિખીલ ઉર્ફે નિક્કુ ખત્રી અને રિઝવાન ઉર્ફે બબલુ સૈયદની જુહાપુરામાંથી ધરપકડ કરી હતી. બાદમાં તારીખ 6 જુનના રોજ કાનપુરથી સૌરાષ્ટ્રના ઉનામાં હથિયારની ડિલિવરી આપવા નિકળેલા આરોપી આદાબઆલમ શેખ અને રબનવાઝ પઠાણની દાણીલીમડામાંથી ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. ઉપરાંત આ પહેલા ક્રાઈમબ્રાંચે આરોપી રસીદખાન રહીમખાન પઠાણની ધરપકડ કરી ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ ઝડપી પાડી હતી. આમ છેલ્લા 9 દિવસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચે કુલ 7 ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડ્યા છે.

આમ અમદાવાદ ક્રાઈમબ્રાંચ હાલ સરાહનીય રીતે કામગીરી કરી ધડાધડ હથિયારો કબ્જે કરી રહી છે. પરંતુ આ કામગીરી માત્ર રથયાત્રા પુરતી જ સિમિત રહે તો અસામાજિક તત્વો પાસે ગેરકાયદેસર હથિયારોની સંખ્યામાં સતત વધારો થઈ શકે તેવી સંપૂર્ણ સંભાવના જણાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાત પોલીસ આ ગંભીર મુદ્દાને ધ્યાને રાખી આગામી દિવસોમાં ગેરકાયદેસર હથિયારોને ડામવા માટે કોઈ એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરે છે કે કેમ?

ગાંધીનગરનાં ચંદ્રાલા – હિંમતનગર હાઇવે રોડ આગમન હોટલની સામે વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસે લકઝરી બસમાંથી બે ઈસમોને પિસ્ટલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશથી ઉના ગામના શખ્સને પિસ્ટલની ડીલીવરી આપવા માટે આવેલા બન્ને ઈસમો ઝડપાઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

ગાંધીનગર ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારી સહિતની ટીમ ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલની સામે હિંમતનગર તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન હિંમતનગર તરફથી શ્રી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસ આવતાં રોકી દેવાઈ હતી. અને બસના કંડકટરને પૂછપરછ કરતાં જયપુર રાજસ્થાન થી અમદાવાદ સુધીના રૂટ ની બસ હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં પોલીસ ટીમે એક પછી એક મુસાફરોના સામાનની તલાશી લેવાનું શરૂ બસની પાછળની છેલ્લી સીટમાં નીચેના સ્લીપર કોચમાં બેસેલ મુસાફરોની વર્તણૂક શંકાસ્પદ જણાઇ હતી. જેનાં પગલે પોલીસ બન્ને ઇસમોના વારાફરતી નામઠામ પૂછતાં તેમણે પોતાના નામ સોનવીરસિંહ રણવીરસિંહ સૌદાનસિં ચૌધરી( રહે.નવલા અંતા ગામ, જી.હાથરસ ઉત્તરપ્રદેશ) તેમજ અભિષેક તેમસિંહ રામસિંહ ચૌધરી (રહે.કોરના ચમરૂઆ ગામ તા.જી,હાથરસ ઉત્તરપ્રદેશ) હોવાનુ જણાવ્યુ હતું.

જેમની પાસેનો થેલો ખોલાવી પોલીસે ચેક કરતાં લોખંડ જેવી ધાતુની બનાવટની મેગઝીન વાળી પિસ્ટલ (માઉઝર) મળી આવી હતી. આ અંગે બંનેની કડકાઈથી પૂછતાંછ હાથ ધરતાં પિસ્ટલ ઉના ગામના જયેશ પીરૂભાઈ વાંજા (કોળી)એ મંગાવી હોવાની કબૂલાત કરી હતી. જેની ડીલીવરી આપવા માટે બંને નીકળ્યા હતા. જેનાં પગલે પોલીસે 25 હજારની પિસ્ટલ, બે મોબાઈલ તેમજ 5 હજાર રોકડા મળીને કુલ રૂ. 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી લેવાઈ છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular