Tuesday, October 14, 2025
HomeBusinessબ્રિક કરન્સીનાં અવતરણ પહેલા વોલ સ્ટ્રીટમાં ૧૩૦૦ ટન સોનું જમા: ભાવ નવી...

બ્રિક કરન્સીનાં અવતરણ પહેલા વોલ સ્ટ્રીટમાં ૧૩૦૦ ટન સોનું જમા: ભાવ નવી ઊંચાઈઓ સર્જાશે

- Advertisement -

૨૦૨૨થી ઉભરતા અર્થતંત્રોની સેન્ટ્રલ બેંકો વાર્ષિક સરેરાશ ૧૦૦૦ ટનથી વધુ અપ્રમાણસરનું સોનું ખરીદવા લાગી

આ તબક્કે જેમના હાથમાં ડોલર છે તેવા રોકાણકારો હવે સોનું ક્રીપ્ટો કરન્સી અને અન્ય એસેટ્સમાં સરણ લઇ રહ્યા છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): બ્રિકસ દેશોની નવી કરન્સીનું ૨૦૨૬મા અવતરણ થશે, આવી માન્યતા વચ્ચે ટ્રેડરો અને સેન્ટ્રલ બેંકો અબજો ડોલરનું સ્થળાંતર, કિંમતી ધાતુ કન્સીમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. આથી વૈશ્વિક નાણાકીય ક્ષમતાઓનું ફંડામેન્ટલ સ્થાનાનતરણ થઇ રહ્યાના સંકેત મળેછે. ૨૦૨૨થી ઉભરતા અર્થતંત્રોની સેન્ટ્રલ બેંકો વાર્ષિક સરેરાશ ૧૦૦૦ ટનથી વધુ, અપ્રમાણસરનું સોનું ખરીદવા લાગી છે. વોલ સ્ટ્રીટ (અમેરિકન શેરબજાર)એ પણ બ્રિકસ કરન્સી સામે સલામતી મેળવવાનાં નાટકીય પગલાં ભર્યા છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) મારફતે મહત્તમ નાણાકીય સંસ્થાઓએ પણ ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૧૩૦૦ ટન કરતા વધુ સોનું ભેગું કરી લીધું છે. ૨૦૨૪ એ પહેલું વર્ષ છે, જેમાં ઈટીએફ બેલેન્સ હકારાત્મક રહી હોય. ૨૦૨૦થી ત્રણ વર્ષ સુધી ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણકારોએ નાણા ઉપાડયા પછી હવે સ્થિર ગતિએ વધી રહ્યા છે.

ક્રુડ ઓઈલ અને શસ્ત્ર ખરીદી માટે ૫૦ કરતા વધુ દેશો હવે યુઆન, રૂપિયો અને રુબલ વાપરતા થયા છે. બ્રિકસ કરન્સી આવી રહ્યાના પ્રચારે વોલ સ્ટ્રીટે સોના હાજર અને વાયદાની તેજીને ફાટ ફાટ કરાવી, સોમવારે ભાવ ૪૦૭૭ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)ની ઐતિહાસિક ઉંચાઈએ પહોચાડી દીધા. ૨૦૨૫મા અત્યાર સુધીમાં સોનાના ભાવ ૫૫ ટકા વધ્યા છે. બ્રિકસ સભ્ય દેશોમાં વિશ્વની કુલ વસતીના ૫૬ ટકા લોકો વસે છે, જાગતિક અર્થતંત્રના કુલ ઉત્પાદનનામાં આ બધા દેશોનો હિસ્સો ૫૦ ટકા જેટલો છે, જે જી-૭ દેશોનાં સત્તાવાર આંકડા કરતા વધુ છે. સોનાના ભાવ ૪૦૦૦ ડોલર વટાવી ગયા પછી આ બધી અસરો હવે તમામ દેશનાં ટ્રેડીંગ ડેસ્ક પર જોવાઈ રહી છે. આનાથી એ સમજી શકાય તેમ છે કે બ્રિકસ દેશોની કરન્સીએ રોકાણકારોમાં ગભરાટ અથવા કેવી સંવેદના પેદા કરી છે, તે હવે ઐતિહાસિક રીતે જોવાનું રહેશે.

- Advertisement -

આ એક અસામાન્ય ઘટના હશે, તેમાં કોઈ નાણાકીય કટોકટી સર્જાવાની નથી, તેમજ સોનાની તેજીને પણ રોકી શકવાની નથી. આ તબક્કે જેમના હાથમાં ડોલર છે, તેવા રોકાણકારો હવે સોનું, ક્રીપ્ટો કરન્સી અને અન્ય એસેટ્સમાં સરણ લઇ રહ્યા છે. વોલ સ્ટ્રીટ અને ભારતીય શેરબજારમાં ગોલ્ડ ઈટીએફ ખરીદીનું વલણ જોતા સમજાય છે કે બ્રિકસ કરન્સી, ડોલરનું બરાબરનું ધોવાણ કરવાની છે. બસ હવે એ સમયની જ આપણે રાહ જોવાની છે. અન્ય ખરીદારો જેવા કે નાના રોકાણકારો લગડી, સિક્કા પેન્શન ફંડમાં ખરીદી વધારી રહ્યા છે. હવે તો જ્વેલરી ઉદ્યોગમાં પણ મોટા મોટા પરિવર્તન આવવા લાગ્યા છે. બ્રિકસ કરન્સીનું વોલ સ્ટ્રીટ અને અન્ય શેરબજારોમાં નિર્ણાયક પ્રતિબિંબ જોઈ શકાય છે, સાથેજ સ્માર્ટ મની પણ ઠંડા કલેજે તેમના પોર્ટફોલીયોમાં પરિવર્તન કરી રહ્યા છે.

બજારમાં વાતો તો એવી થઇ રહી છે કે ૨૦૨૬મા બ્રિકસ કરન્સીનું અવતરણ અને સભ્ય દેશોનાં અનુપાત જીડીપીને આધારે વિતરણ થશે, ત્યારે સભ્ય દેશો તેમના વેપારનું સેટલમેન્ટ અન્ય દેશ સાથે આ કરન્સીમાં કરવા લાગશે. કેટલાંક ઉભરતા અર્થતંત્રો અત્યારે આ તમાસાને કાઠે ઊભીને જોઈ રહ્યા છે, તેઓ પણ તકની રાહ જોઈ આ નવા વહેણમાં ડૂબકી લગાવવા રાહ જોઇને બેઠા છે. ૧૯૪૪થી આત્યાર સુધીમાં છેલ્લા ૮૦ વર્ષથી જાગતિક અનામત કરન્સી તરીકેનું સ્ટેટસ અમેરિકન ડોલર સ્થાન પકડીને બેઠો છે. ઓઈલ, સોના ચાંદી, ક્રીપ્ટો એમ તમામ કોમોડીટીના સોદા ડોલરમાજ થાય છે. પણ બ્રીક્સનાં પ્રયાસોથી અત્યારથીજ વાસ્તવમાં બદલાવ અને ડી-ડોલરાઈઝેશન શરુ થઇ ગયું છે.

છેલ્લા એક દાયકામાં અમેરિકન ડોલર બોન્ડના મહત્તમ દેશોમાં વર્ચસનું ખાસું એવું ધોવાણ થઇ ગયું છે. છેલ્લા બે દાયકામાં જાગતિક અનામતમાં ડોલરનો હિસ્સો ૭૦ ટકાથી ઘટીને ૫૮ ટકા રહી ગયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં બ્રિકસ દેશોમાં વેપાર વોલ્યુમ વધીને ૭૦૦ અબજ ડોલર થયું હતું તે હવે પચાસ ટકા ટ્રેડ સેટલમેન્ટ, અમેરિકન ડોલર વગર થવા લાગ્યા છે. વોલ સ્ટ્રીટ અને અન્ય શેરબજારોમાં બ્રિકસ કરન્સીના અવતરણ પહેલા જ પધ્ધતિસર રીતે ડોલર સામે હેજિંગ (સલામતી) મેળવવા, ડોલર આધારિત સોદાઓમાં પરિવર્તન આવવા લાગ્યું છે.

- Advertisement -

બ્રિકસ દેશોએ ડી-ડોલરાઇઝેશન કરવા માટે અનેક ચેનલો ખોલી નાખી છે, અને તે હવે તેની વાસ્તવિક ભૂમિકા અદા કરવા લાગી છે. બ્રિકસ દેશોએ દ્વિપક્ષી સાટા વેપાર સ્થાપિત કરી દીધો છે. જેમાં કોઈ કરન્સી ઉપયોગમાં નથી લેવાતી, તેથી ડોલર આપો આપ બાયપાસ થઇ જાય છે. લંડન, યુરોપ અને અમેરિકામાં અન્ય દેશોની કરન્સી રીઝર્વ ફ્રીજ કરી દેવામાં આવી છે. ત્યારે આવા દેશો કહી રહ્યા છે કે અમે તમારી સાથે અમારી અસ્કયામતોને તમારી પાસે ડોલરમાં શુ કામ રાખીએ. તેમને સોનાને કરન્સી ગણવાનો ઉપાય મળી ગયો છે. તેવા દેશો હવે તેમની અસ્કયામતોને પોતાના નિયંત્રણમાં રાખવા પોતાને ત્યાજ વોલ્ટ ખોલવા માંડ્યા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular