Thursday, October 16, 2025
HomeNationalઉત્તરકાશી સુરંગ અકસ્માતમાં ફસાયેલા શ્રમિકો માટે સુખનો સુરજ ઊગી શકે છે, સામે...

ઉત્તરકાશી સુરંગ અકસ્માતમાં ફસાયેલા શ્રમિકો માટે સુખનો સુરજ ઊગી શકે છે, સામે આવ્યા મોટા સમાચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં આવેલી ટનલમાં 41 શ્રમિકો છેલ્લા 13 દિવસથી 60 મીટર દૂર ફસાયેલા છે. ટનલમાં ફસાયેલા શ્રમિકોને હેમખેમ બહાર કાઢવા માટે રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. 13 દિવસથી ચાલુ રેસક્યું ઓપરેશનમાં ટેકનિકલ રીતે અમેરિકી ઓગર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટનલમાં ફસાયેલા શ્રમિકોના જીવ તાળવે ચોંટેલા છે, ત્યારે હજુ મશીન તેમજ અન્ય ટેકનિકલ સાધનો થકી 48 મીટર જેટલું ડ્રીલિંગ થઈ શક્યું છે. ટનલમાં મેટાલક પથ્થરોના કારણે મશીન અવાર-નવાર બંધ પડી જવાથી રેસક્યું ઓપરેશન અટકી રહ્યું હતું, ત્યારે હવે ટનલમાં 5 મીટર સુધી મેટાલિક પથ્થર ન હોવાના કારણે આજે બચાવ કામગીરી પૂર્ણ થઈ શકે તેમજ શ્રમિકો હેમખેમ બહાર આવી શકે તેવા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ઉત્તરકાશીમાં આવેલી સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોના બચાવ કાર્ય માટે 13 દિવસથી રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પણ ટનલમાં મેટાલિક મટેરિયલના કારણે ઘણા અવરોધોનો સામનો બચાવ ટુકડીએ કરવો પડ્યો હતો. છેવટે બચાવ ટુકડીએ અમેરીકી ઓગર મશીનનો ઉપયોગ કરીને 18 મીટર જેટલું ડ્રીલિંગ કરવામાં સફળતા મળી હતી. પણ હજુ 12 મીટર જેટલું ડ્રિલિંગ બાકી છે. હવે શ્રમિકો અને બચાવ ટુકડી માટે રાહતની વાત એ છે કે, 12 મીટર બાકી રહેલા ડ્રીલિંગમાં 5 મીટર સુધી મેટાલિક માટેરિયલ નથી જેના કારણે રેસક્યું ઓપરેશન આજે પૂર્ણ થઈ શકે છે. તેમજ ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે જીવનનો નવો સુરજ ઊગી શકે છે.

- Advertisement -

ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે ટનલની બહાર આવતાની સાથે સારવાર માટે ડોક્ટરોની એક ટીમ પણ હાજર છે. તેમજ જરૂર પડે શ્રમિકોને એરલિફ્ટ કરવાની તૈયારી પણ બચાવ ટુકડી દ્વારા કરવામાં આવી છે. ડ્રોન એક્સપર્ટની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ટીમમાં માઈનિંગ એન્જિનિયર, ડ્રોન પાઈલટ, અને જિયોટેક્નિકલ એક્સપર્ટ પણ છે. કંપનીના ઓફિસર આસિફ મુલ્લાએ જાણકારી આપી કે, તેમની ટીમે સુરંગની અંદર રડાર સેન્સર, જિયોફિઝિકલ સેન્સર લાગેલા ડ્રોનની મદદથી કાટમાળની અંદરની અડચણોની જાણકારી રેસ્ક્યૂ ટીમને આપી છે. આ એવું ડ્રોન છે જે ગમે ત્યારે કાટમાળની અંદર પૂરું સ્કેનિંગ કરી શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular