Sunday, October 26, 2025
HomeNationalસાધ્વી પ્રાચીના વિવાદિત નિવેદનથી ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો

સાધ્વી પ્રાચીના વિવાદિત નિવેદનથી ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બરેલી: bareilly news: વિશ્વ હિન્દુ પરિષદના (VHP) નેતા સાઘ્વી પ્રાચી (Sadhvi Prachi) અવાર-નવાર પોતાના વિવાદિત નિવેદનને લઇ ચર્ચામાં રહેતા હોય છે. કોઇપણ મુદ્દાને પોતાની પ્રતિક્રિયા આપી હડકંપ મચાવી દેતા હોય છે. ત્યારે વધુ એકવાર તેમણે બાગેશ્વર ધામ (Bageshwar Dham) પર નિવેદન આપતા કહ્યું કે, “હિન્દુસ્તાનમાં રહેતાં તમામનું DNA ટેસ્ટ કરાવવામાં આવે, તો તેમના પૂર્વજો ભગવાન કુષ્ણ, રામ, ભોલેનાથ જ હશે. હવે તો એક વાળથી પણ DNA તપાસ થાય છે”.

સાધ્વી પ્રાચીએ બરેલીમાં (sadhvi prachi in bareilly) નિવદેન આપતાં કહ્યું કે, “જે બહેનો-દીકરીઓ 45 ડિગ્રી આકરી ગરમીમાં કાળાં કપડાં પહેરીને પસાર થાય છે, તેઓ હિન્દુ યુવક સાથે લગ્ન કરશે તો ફાયદામાં રહેશે. તેઓ સુખથી જીવન જીવી શકશે. તેમને કાળાં કપડાં પહેરવાની કયારેક ફરજ નહીં પડે. તેમજ તમામ બાબતોમાં છૂટછાટ મળશે. અહીંયા કોઇ કાકા-માસીના છોકરાઓ જોડે લગ્ન કરવાની ફરજ નહીં પડે”. જોકે સાધ્વી પ્રાચીના આ પ્રકારના નિવેદનથી વિવાદનો મધૂપડો છંછેડાયો છે. કેટલાંક મુસ્લિમ ધર્મગુરુઓએ આ નિવેદનને વખોડ્યુ છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રાચી દેશમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવાની અનેક વખત માગ ઉઠાવી ચૂકી છે. તાજેતરમાં તેમણે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલા સાઇબાબા પરના નિવેદને પણ ખૂલીને સમર્થન આપ્યું હતું. તેમણે રામનવમીના દિવસે પશ્રિમ બંગાળ અને બિહારમાં થયેલી કોમી હિંસાને લઇ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પર મુસ્લિમોને પરોક્ષ રીતે મદદ પુરી પાડવાના આક્ષેપો કર્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular