નવજીવન ન્યૂઝ.સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લામાં કાયદો વ્યવસ્થાનિ સ્થિતિ કથળી હોય તે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે. તાજેતરમાં જ રામનવમીના દિવસે બે જૂથ વચ્ચે કોમી છમકલાની બનેલી ઘટનાના પડઘમ શાંત થયા નથીને ત્યાં તો આજે પોલિસ પર હુમલાની ઘટના સામે આવી છે. પોલીસની કોઈ બીક જ રહી ન હોય તેમ આરોપીઓ ગુનો આચરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં પોલિસ કર્મી પર ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પોશીનાના ગૌરી ગામે રેડ કરવા માટે ગયેલા પોલિસ કર્મીઓ પર ફાયરિંગ થયું હતું, જેમાં એક પોલિસ કર્મચારીને પગના ભાગે દેશી બંદૂકના છરા વાગતા ઇજા પહોંચી હતી, જ્યારે અન્ય બે પોલિસ કર્મચારીઓને પથ્થર વાગતા ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત થયેલા પોલિસ કર્મચારીઓને સારવાર અર્થે ખેડબ્રહ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા પોલિસ વડા વિશાલ વાઘેલાએ જણાવ્યું કે, હથિયારની બાતમી હોવાથી બાતમી હોવાથી પોલિસ દરોડા પાડવા માટે ગઇ હતી જ્યાં કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશી બંદૂકથી ફાયરિંગ કરતા એક પોલિસ કર્મચારીને પગના ભાગે ઇજાઓ પહોંચી છે ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો કરતા અન્ય બે પોલિસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.