મોસ્કો: અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફની 32 સેકન્ડમાં જ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ક્રેશ થવાની ઘટના તાજી છે ત્યારે આજે ચીનની સરહદ નજીક રશિયન An-24 વિમાન ક્રેશ થતાં 43 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર સહિત તમામ 49 લોકોના મોત થયા છે.
આ રશિયન વિમાન અંગારા એરલાઇન્સનું હતું અને ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. આ વિસ્તાર ચીનની સરહદ નજીક આવેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટિંડા એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રથમ પ્રયાસ વિમાન નિષ્ફળ ગયું. જ્યારે તેણે બીજી વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું અને થોડો કલાકો બાદ ક્રેશ થયેલી હાલતમાં જંગલ વિસ્તારમાં મળી આવ્યું હતું. જેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.








