નવજીવન ન્યૂઝ. રાયપુરઃ છત્તીસગઢના (chhattisgarh) રાયપુરમાં (Raipur) એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં યુવતીએ લગ્ન કરી લેતા પૂર્વ પ્રેમીએ બદલો લેવા માટે પૂર્વ પ્રેમિકાના લગ્નમાં એક ગીફ્ટ આપ્યું હતું. પૂર્વ પ્રેમીએ આપેલી ગીફ્ટમાં રહેલાં હોમ થિયટરમાં યુવતીના પતિએ વાયર લગાવીને શરૂ કરવા જતાં જબરજસ્ત વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પતિ અને તેના મોટા ભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર લોકો ઘાયલ થયાં હતા. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે રૂમની દિવાલ અને છત પણ તૂટી ગઈ હતી. પૂર્વ પ્રેમીએ આપેલી ગીફ્ટથી આટલી મોટી ઘટના બની જશે તેની યુવતીને કલ્પના પણ ન હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, છત્તીસગઢમાં રેંગાખર પોલીસ સ્ટેશન (chhattisgarh Police) વિસ્તારના ચમારી ગામમાં મ્યુઝિક હોમ થિયેટર બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો. જેમાં નવવિવાહિત પુરુષ હેમેન્દ્ર મેરાવી (ઉં.30) અને તેના મોટા ભાઈ રાજકુમાર (ઉં.32)નું મોત થયું હતું. આ કેસમાં પોલીસે લગ્નમાં હોમ થિયેટરની ગીફ્ટ આપનારો યુવતીનો પૂર્વ પ્રેમી સંજુ ઉર્ફે સરજુ મરકમ (ઉં.33)ની ધરપકડ કરી છે. પોલીસે સતત તપાસ કર્યા બાદ મંગળવારે મોડી રાત્રે આ બાબતનો ખુલાસો કર્યો.
કબીરધામ જિલ્લાના એસીપીએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ લગ્નમાં તેની પૂર્વ પ્રેમિકાને ગનપાઉડરથી ભરેલું હોમ થિયેટર ગિફ્ટ કર્યું હતું. છોકરીના સાસરિયાઓએ તેને લગ્નની ભેટ માનીને હોમ થિયેટર ચાલુ કર્યું કે, તરત જ જોરદાર વિસ્ફોટ થયો. જેમાં યુવતીના પતિ અને તેના મોટા ભાઈનું મોત થયું હતું. હવે આ કેસમાં પોલીસે દુલ્હનના કથિત પૂર્વ પ્રેમીની ધરપકડ કરી છે. સરજુ પડોશી રાજ્ય મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના બિરસા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. તે તેની પુર્વ પ્રેમિકાના અન્ય સાથેના લગ્નથી છે નારાજ હતો. આ બાબતે તેને કન્યા અને હેમેન્દ્ર સાથે તકરાર થઈ હતી.
હેમેન્દ્રના લગ્ન 31 માર્ચે નજીકના ઝલમાલા પોલીસ સ્ટેશન વિસ્તારના અંજના ગામની એક છોકરી (ઉં.29) સાથે થયા હતા. લગ્નની વિધિ મુજબ બીજા દિવસે કન્યા તેના સાસરેથી તેના મામાના ઘરે પરત ફરી હતી. પોલીસને ચમારી ગામમાં વિસ્ફોટની માહિતી મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી. વિસ્ફોટ બાદ મૃતદેહ અને ઘાયલોને કવર્ધા જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં લઈ ગયા. વરરાજાના ભાઈ રાજકુમારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પોલીસે જ્યારે દુલ્હનના પરિવારની પૂછપરછ કરી તો સરજુ વિશે માહિતી મળી. આ પછી સરજુ પકડાઈ ગયો. સરજુ પરિણિત છે અને તેણે આ અંગે યુવતીને જાણ કરી ન હતી. સરજુ અગાઉ ઈન્દોરમાં પથ્થરની ખાણના બ્લાસ્ટ વિભાગમાં કામ કરી ચૂક્યો છે. એટલા માટે તેને પહેલેથી જ વિસ્ફોટક અને બ્લાસ્ટિંગનું જ્ઞાન હતું. આ માટે તેણે લગભગ દોઢ કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








