નવજીવન ન્યૂઝ. હળવદ: હળવદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો દટાઇ ગયા છે. તંત્ર દ્વારા દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોના મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે.
માહિતી અનુસાર, હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં કામ કરતાં શ્રમિકો રાબેતા મુજબ મીઠાની કોથળીઓ મીઠું ભરવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન 12 વાગ્યાની આસપાસ અચાનક કારખાનાની દીવાલ ધરાશાયી થઈ હતી. આ બનાવમાં અંદાજિત 30થી વધુ લોકો દટાઇ ગયા હોવાનો અનુમાન લાગાવવામાં આવી રહ્યો છે.
દીવાલ તૂટી પડ્યા બાદ સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. બચાવ કામગીરી દરમિયાન જેસીબી મશીનથી કાટમાળ હટાવી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળ નીચે હજુ અનેક લોકો દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે. અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. ઉપરાંત આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.