નવજીવન ન્યૂઝ. નવસારી: ગુજરાતમાં હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે નવસારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારીમાં એક લગ્નમાં આવેલી ભેટ ખોલતા તેમાં બ્લાસ્ટ થયો હતો જેમાં વરરાજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમજ ઘરનું એક બાળક પણ ઇજાગ્રસ્ત થયું હતું. પરિવાર દ્વારા આ અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
નવસારીના મીંઢાબારી ગામના લતેશ ગાવીત નામના એક યુવાનના લગ્ન હતા. લગ્ન દરમિયા મળેલી ભેટ સોગંદો જ્યારે ખોલીને જોતાં હતા, તે સમયે એક ભેટ ખોલીને જેવી ચાર્જમાં લગાવી ત્યારે જ એક મોટો ધડાકો થયો હતો. અચાનક વિસ્ફોટ થતાં વરરાજાને હાથ, મોઢા અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલા લઈ જવો પડ્યો હતો, આ ઉપરાંત ઘરના એક 3 વર્ષીય બાળકને પણ માથાના ભાગે ઇજા પહોંચી હતી.
તપાસ કરતાં પરિવારને જાણ થઈ હતી કે આ ભેટ વરરાજાની સાળીના એક્સ બોયફ્રેન્ડ કંબોયા રાજૂ પટેલે આપી હતી. આ વ્યક્તિ પહેલા વરરાજાની મોટી સાળી સાથે લીવ ઇન રિલેશનમા રહેતો હતો તેને આ ગિફ્ટ આપી હતી. આ અંગે વરરાજાના પરિવાર દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ઉલેકનીય છે કે અગાઉ ઓડિશમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં દુર્ભાગ્યે વરરાજા અને તેમના દાદીનું અવસાન થયું હતું તેમજ પત્નીને પણ ગંભીર ઇજાઓ થઈ હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.