નવજીવન ન્યૂઝ.મહિસાગર: આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ફરી એકવાર રાજ્કીય પાર્ટીમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ચૂંટણી પહેલા અત્યારથી હવે પક્ષ પલટાની મૌસમ જામવાની શરૂઆત થઇ ગઈ હોય તેવી રીતે વધુ એક આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા (AAP Leader) પાર્ટી સાથે છેડો ફાડી સમર્થકો સાથે ભાજપમાં (BJP Gujarat) જોડાયા છે. ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha Elections 2024) માટે કમરકસી લીધી છે જેના ભાગરૂપે ફરી એકવાર તોડ જોડની નીતિ અપનાવવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપ માટે હવે મોટો પડકાર આમ આદમી પાર્ટી બનતી હોય તેના જોતા ભાજપ દ્વારા ઓપરેશન લોટ્સ અંતર્ગત એક બાદ એક આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને ભાજપમાં જોડાવાના પ્રયાસો હાથધર્યા હતા. 2019 આમ આદમી પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા બાલાસિનોર (Balasinor) ઉમેદવાર ઉદેસિંહ ચૌહાણ સર્મથકો સાથે કમલમમાં કેસરિયો ધારણ કર્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે વધુ એક માસ્ટર સ્ટ્રોક મારી આમ આદમી પાર્ટીના નેતાને પોતાનામાં સમાવી લીધા છે. ઉદેસંહિ ચૌહાણ ઉત્તરગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરા તરીકે પણ જોવામાં આવતું નામ હતું. સુરતમાં ભાજપે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તોડ્યા બાદ હવે જુદા જુદા જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીને તોડવા ભાજપે માઈક્રોપ્લાનિંગ તૈયાર કરી લીધું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે પગપેસારો કર્યો છે. તેને લઈ ભાજપ થોડા અંશે ચિંતામાં મુકાઈ છે. ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે. જેને લઈ આગામી લોકસભામાં 26 બેઠકોમાંથી 26 જીતવા નેતાઓ, સાંસદો અને કાર્યકરોને પણ અત્યારથી કામે લગાડી દીધા છે. ગુજરાતમાં લોકસભાની 1 સીટ પણ જો આમ આદમી પાર્ટીને મળે તેમના માટે એક સિદ્ઘિ સમાન કહેવાશે. જેને લઇ કોઈપણ ભોગે ભાજપ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવા માગતી નથી.
ઉદેસિંહ ચૌહાણ જ્યારે આમ આદમી પાર્ટી જોડાયા ત્યારે ભાજપને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી. ભાજપ 3 પાસ અને 7 પાસ હોય તેવી રીતે નેતાઓની મજાક ઉડાવી હતી ત્યારે આજરોજ તેઓ એ જ પાર્ટીનો હિસ્સો બનવા જઈ રહ્યા છે એટલે કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઇનો દુશ્મન નથી હોતો તે વાત અહીયા લાગુ પડી રહી છે. આજે તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઈ ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી માં ભડકો થયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








